________________
૩૩
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર ચછના યતિઓએ તપાગચ્છના યતિઓને ભૈરવની આરાધના કરી
મારી નંખાવ્યા, પાંચસે યતિ આ માણિભદ્રવીરની રીતે કાલધર્મ પામ્યા. મહાન તપસ્વી ઉત્પત્તિ આચાર્યભગવંત શ્રીમદ્ આનંદવિમળી
સૂરીશ્વરજી મહારાજ આ વાત સાંભળી અતિદુઃખી હૃદયે જગતના હઠાગ્રહ ઉપર વિમાસણ લાવી તેમણે તુરતજ પાલનપુર તરફ વિહાર કર્યો ને મગરવાડાની ઝાડીમાં આવીને ઉતર્યા. ત્યાં રાત્રિમાં શાસન સમ્રા શ્રી આનંદવિમળસૂરીશ્વરજી મહારાજ ધ્યાનમગ્ન રહ્યા ત્યારે રાત્રે તેમની પાસે માણેકચંદ શેઠે આવી દર્શન દીધાં, સૂરિજીએ તેમને ઓળખ્યા, માણેકચંદ શેઠે પિતાનું મરણુવ્રત્તાંત વગેરે સર્વ હકીકત કહી સંભળાવી તેમજ માણિભદ્રવીર તરીકે પિતાની ઉત્પત્તિ હી. પોતાના પરમઉપકારી ગુરૂદેવ પાસે સેવા માટે યાચના કરી. સૂરિજીએ કહ્યું કે ખરતરગચ્છના યતિઓએ આપણા સાધુઓને મારી નાખ્યા છે, તેમણે ભરવની સાધના કરી આ જુલમ વર્તાવ્યું છે, તમે તેનું નિવારણ કરો, અને તપગચ્છના આચાર્ય, સાધુઓ, યતિઓ વિગેરેને સહાય કરે, માણિભદ્રવીરે કહ્યું કે હું આપની સેવામાં હાજર રહીશ અને ભૈરવને ઉપદ્રવ ટાળીશ પણ મારી માગણી
એ છે કે તપાગચ્છના ઉપાશ્રયે તથા દેરાસરમાં મારી સ્થાપના કરવામાં આવે. સૂરિજીએ જણાવ્યું કે તમને તપાગચ્છના અધિષ્ઠાયક તરીકે સ્થાપવામાં આવશે આથી પ્રથમ માણિભદ્રવીરની સ્થાપના મગરવાડામાં કરવામાં આવી અને આજે પણ મગરવાડાના વીર તરીકે તે સ્થાન પ્રસિદ્ધ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com