________________
હર
આનંદવિમળસૂરિ જીવનચરિત્ર તરી જાય છે. કારણકે ઘણા મહાપુરૂષોના પાદરેથી પવિત્ર થયેલ ભૂમિકાને સ્પર્શજ માણસના હૃદયમાં શુદ્ધ વ્યાપાર ઊત્પન્ન કરે છે, આજ કારણે જિન મંદિરે પોતાના વતનમાં હોવા છતાં જિનેશ્વરની પાદુકાથી પવિત્ર થયેલ તીર્થ ભૂમિમાં ભવ્ય રહેઠાણ કરે છે અને ત્યાં થઈ ગયેલા મહાપુરૂષના જીવનપટને સ્મૃતિમાં લાવે છે, ને પિતાનું જીવન પવિત્ર કરે છે, આજ કારણે ભાગ્યેજ કેઈ જેન સિદ્ધાચળતીર્થના દર્શન કર્યા વિના રહેતો હોય અને તેના દર્શનની વંચિતતાને પોતાનાં કમભાગ્ય ન માનતે હેય.
આથીજ માણેકચંદશેઠે તીર્થના દર્શન કર્યા વિના અન્નપાણી ન લેવાનો નિર્ણય કર્યો અને પ્રયાણ કરતાં સાત દિવસ વ્યતીત થતાં તેઓ સિદ્ધપુર પાસેના મગરવાડામાં આવ્યા તે વખતે ત્યાં ગામ ન હતું, તે સ્થળ ઝાડીઓની ઘટાથી ભયંકર જંગલ હતું. ત્યાં આગળ રાત્રિના સમયે ભિલ્લલકોએ તેમને લુંટી લીધા અને તેમના ઉપર જીવલેણ હુમલો કર્યો આથી તેઓ ગિરિરાજનું ને પરમતારક પરમાત્મારૂષભદેવનું સ્મરણ કરતાં મરણ શરણ થયા, આ પ્રમાણે મરણ વખતની રૂષભદેવ પરમાત્માની અને પંચ પરમેષ્ઠિના ધ્યાનમાં મને વૃત્તિ હોવાને લઈને તે મરી ઘણા વ્યંતરના ઉપરી માણિભદ્રવીર નામે વ્યંતરનિકામાં જિનશાસનરાગી રક્ષક દેવ થયા.
કેટલાક સમય બાદ ખંભાતમાં ખરતરગચ્છ તથા તપગચછના યતિઓમાં ભારે મતભેદને ઝઘડા થયે, અને ખરતર ગShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com