________________
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર
૩૫ છે, તે વાદવિવાદથી હંમેશાં દૂર રહેનાર છે. કારણકે વાદવિવાદ ચરમતના નિરાસન અને સ્વમત સ્થાપન પરાયણ માત્ર ફળની ભાવનાવાળા હોય છે તેથી જે જોઈએ તેવો લાભ મળી શકે નહિ. આથીજ જે તેમાં તત્વોવેષક બુદ્ધિ ન હોય તે તેવા વાદને પણ જૈનધર્મ વિતંડાવાદ કહ્યો છે. અને આવા વાદથી જૈનમુનિઓ હંમેશાં દૂર રહેનારા હોય છે? જૈનમુનિઓએ વાદનું આહ્વાન પ્રથમ આપવાનું ભાગ્યે જ સ્વીકાર્યું હોય છે તેઓને ન છૂટકે અન્યવાદીઓ તરફથી જ્ઞાનનાઅજીર્ણને લઈને જૈનધર્મની અપભ્રાજના થતી હોય ત્યારે તે વાદીના વાદને પ્રતિકાર ઈચ્છાએ કે અનિચ્છાએ ક પડે છે, ને જે તેમ ન કરવામાં કે માન સેવવામાં આવે તે પિતાના ધર્મની અપભ્રાજના થતાં ભદ્રિક વિમાસણમાં પડી ધર્મભ્રષ્ટ બને આથી વાદીના વાદને પ્રતિકાર કરે એ તેઓને આવશ્યક થઈ પડે છે.
આજ રીતે પૂજ્ય ભગવાન અનંદવિમળસૂરીશ્વરજી મહારાજને પણ ધર્મ ઉપર થતા વાદવિવાદને પ્રતિકાર કરવું પડતું હતું કારણકે તે વખતમાં યતિઓને શિથિલાચાર દેખી અનેક અન્ય દર્શનીએ જેનશાસ્ત્ર ઉપર આક્રમણ કરવા લલચાતા અને આક્રમણ કરતા. આ આક્રમણને જવાબ તેમને પિતાને આપવાનું રહેતું હતું તેથી તેઓશ્રીને સ્વ. મતથી ભૂલેલા અને પરમતથી મદાંધ બનેલા વાદિઓના જ્ઞાન અજીર્ણને દૂર કરવા વાદવિવાદમાં ઉતરવું પડતું હતું, આ પ્રમાણે તે વાદમાં જય મેળવી સંશયાકુલ બનેલ જન. તાની હદયને અતિવિશુદ્ધ કરી જેનજનતા ઉપર ખુબજ ઉપકારપૂર્વક ધર્મની સુંદર છાપ પાડી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com