________________
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર શ્રીમદ્ આનંદવિમસૂરીશ્વરજીએ જૈન ધર્મના
ઉદ્યોતને માટે અને કુમતિઓના ધર્મ વિહાર પર થતા આક્ષેપોના નિવારણ માટે
કડવા, લંકા આદિ ભિન્નભિન્ન મતેના ક્ષમ ખોલવા માટે અને લોકોને જૈનધર્મનું રહસ્ય સમજાવી ધર્મમાં સ્થિર રાખવાની દ્રષ્ટિએ સૌરાષ્ટ્ર, ગુજરાત, મારવાડ, માલવા, મેવાડ વિગેરે દેશોમાં ઉગ્ર વિહાર કર્યો હતે. એક વખતે અવસર વિચારી મારવાડ જેવા ઉપર પ્રદેશમાં પાણીની. મુશ્કેલી હોવાથી અને સાધુઓને ભારે મુશ્કેલી નડતી હોવાથી વર્ષોથી જે વિહાર શ્રીમદ્દ ભેળપ્રભુરીશ્વરજીએ નિષેધ કર્યો હતો તે વિહારની મુશ્કેલીનો સામનો કરીને શ્રીમદ્ ગુરૂદેવ આનંદવિમળસૂરિજીએ મારવાડમાં વિહાર કરવાની શરૂઆત કરી મુશ્કેલીને સામનો કરી વિહાર કરતાં સાધુ એને શિખવ્યું. મારવાડમાં પાણી ઉપરાંત કંટક, ભુંડ વિગેરે કણે પણ સહેવા પડતાં ગોચરી માટે પણ મુશ્કેલી રહેતી કારણકે ડુંગરાળ અને દૂરદેશના ગામમાં તેને વેગ વિરલજ પ્રાપ્ત થતો મારવાડમાં વિહાર બંધ હોવાને લીધે લેકેની ધર્મપ્રતિ અશ્રદ્ધા તથા બીજા ધર્મપ્રતિ વલણ ધીમે ધીમે ફેલાતું હતું. આથી પૂજ્ય આચાર્યશ્રીએ ગામેગામ વિહાર કરી લોકોને જૈનધર્મને પ્રભાવ સમજાવી ફરી તે દેશને ધર્મમાં દ્રઢકર્યો.
પૂ. આચાર્યશ્રીએ જેસલમેર તરફ પિતાના વિદ્વાન શિષ્ય ઉપાધ્યાયશ્રી વિદ્યાસાગરજી મહારાજને મોકલ્યા ને ત્યાં તેમણે જેસલમેરમાં ખરતરગચ્છ વાળાઓને અને મેવાડદેશમાં બીજામતિએને વાદવિવાદ કરીને હરાવ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com