________________
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર દરેક ધર્મમાં ધર્મની આપત્તિ વખતે તેના રક્ષક તરીકે કઈને કોઈ માનવામાં આવે છે, ગીતા વિગેરેમાં ચા થા ઘર...........એ પદથી કૃષ્ણને પુનરવતાર લે પડે છે તેમ માન્યું છે, બૌદ્ધ ધર્મમાં તીર્થનાના: .............એ પદથી બૌદ્ધ પણ સ્વધર્મ રક્ષા માટે ફરી અવતરે છે. જ્યારે જૈન ધર્મ તેથી પર છે, જેન ધર્મમાં તેમના નાયકોને મોક્ષે ગયા પછી કે પ્રથમ જ્ઞાનીદશામાં રાગ કે દ્વેષ ન હોવાથી મમત્વ કે દુ:ખના બીજ રૂપ પુનર્ભવની જરૂર રહેતી નથી, છતાં જેનધર્મમાં પણ શાસનરક્ષક દેવ દેવીઓ હોય કે જેઓ ધર્મતત્વના પ્રેમથી મહાન તપસ્વી કે ગુણીઓના ગુણાકર્ષણથી શાસનની કે તપસ્વીઓની રક્ષા અને ઉદ્યોત કરે છે.
આ રીતે જગતમાં ઉત્પન્ન થનાર મહાતપસ્વીઓ. તત્ત્વવેત્તાઓ અને દીર્ધદષ્ટિપુરુષો દ્વારા શાસનની રક્ષા થાય છે. પરંતુ તેની રક્ષા માટે તીર્થંકર પરમાત્મા કે સિદ્ધ પરમાત્માને નિલેપ હોવાથી ફરી આવવું પડતું નથી. એ જ પ્રમાણે શાસનની રક્ષા કરનાર દેવેમાંના મણિભદ્રવીર તેમાંના એક દેવ છે, તે મહાન પ્રભાવક શ્રીમદ્ આનંદવિમળસૂરીશ્વરજી ઉપરના એકાન્ત રાગને લઈ સૂરિજીને માન્ય શાસનકાર્ય માટે હંમેશાં રક્ત રહેનાર છે, આ દેવની શાસનભક્તિને લઈને જુની પ્રણાલિકાના વિદ્યમાન જુનાં અને નવાં તમામ ક્ષેત્રોમાં માણિભદ્રવીર ન હોય તેમ નથી, શું ગામ અને શું શહેર દરેક ઠેકાણે તપગચ્છના ઉપાશ્રય કે દહેરાસર વિગેરે સર્વ ઠેકાણે તેમની સ્થાપના જણાય છે અને તે દેવ એટલા હાજરાહજુર મનાય છે કે વિધમી પણ તેમની આણને ઉલ્લંઘી શક્તા નથી, ખરીરીતે આજે શાસન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com