________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
तयोर्भक्तिमतार्गेहे, जज्ञे सूनुरिवांशुमान् । यदीयतेजसाऽरिष्टं, दिदीपे दीप्तिमत्तरम् ॥ १० ॥
મહા પુન્યવાન ભાગ્યશાળી પુત્રના જન્મથી પટેલ શિવદાસ અને અંબાબાઈના ઘરમાં દેવગુરૂ ધર્મ પ્રત્યેના ભક્તિ રાગથી તેમજ સુપુત્રના ભાગ્યોદયે કરીને સર્વે વિદને નાશ થવા લાગ્યા. વળી અનુકુળ ભાગ્યોદય થવાથી તેમની યશકીતિને ફેલાવે થવા લાગે, અને સગાસંબંધી, મિત્ર વર્ગ, સાજનેમાં પણ તેઓ સત્કાર સન્માન પામવા લાગ્યા. पितृभ्यां मोदमानाभ्यां, बेचरेत्यभिधाऽकृत । तस्याऽभ कस्य सबुद्धे-निधानस्येव भाविनः ॥ ११ ॥
પુત્રના મુખને જોઈ આનંદિત થતા માતા પિતાએ મેટા મહોત્સવ પૂર્વક તે બાલકનું નામ-ભવિષ્યકાલમાં સદ્દબુદ્ધિનું નિધાન હોવાનું જણાવનાર, બેચર–બાહ્ય તથા અત્યંતર એમ બે દષ્ટિથી જગતની અવસ્થાને જોઈને પ્રવૃત્તિ કરનાર નામ રાખવામાં આવ્યું. એક દિવસ બેચરદાસની માતુશ્રી પિતાના ખેતરમાં ગએલાં ત્યારે બાલક બેચરદાસને એક મેટા વડવૃક્ષ નીચે સુવાડીને તેમની માતા પિતાના કામકાજમાં ઓતપ્રેત થયા. તેવામાં તે વૃક્ષના મૂળમાં રહેલા રાફડામાંથી એક ફણીધર નાગ બહાર આવ્યા અને બાળકના મસ્તક ઉપર પિતાની ફણાને ધારણ કરી ડેલવા લાગ્યા અંબાબાઈ કામથી પરવારી પાછાં બાલક પાસે આવતાં ઉપરનું દૃશ્ય નજરે પડતાં ગભર બની ગયાં.
તેજ સમયે એક વિદ્વાન સંતપુરૂષ તે રસ્તે થઈને ગમન કરતાં આ દશ્ય જોતાં આશ્ચર્ય સાથે અંબાભાઈને શાંત
For Private And Personal Use Only