________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર આર્યકુલ, ઉત્તમજાતિ સાધુપુરૂષને સમાગમ થાય તેવા સ્થાનમાં વસવાનું થાય તે સંગ મળી શકે છે. અને તે જ ધર્મ સાંભળી શકે અને સર્વિક પ્રગટે અને પ્રાણી દાન, શિયલ, તપ, ભાવરૂપ ધર્મ આચરીને પ્રભુના પંથને પામે, તેથી સમ્યગુજ્ઞાન, દર્શન, ચારિત્ર ધર્મની આરાધના કરી શકે. તે પણ જે સંસારના ભેગ, કુટુંબ, પુત્ર, પુત્રી, ધન માલ ઉપરથી મૂછ ઉતરે, સવૈરાગ્યને પામે તે જ સહ્યારિત્ર આરાધી શકે. કર્મ મલને ક્ષય કરી શકે અને મેક્ષ નગરમાં જવા ગ્ય આત્માને બનાવે. તે કારણે ભગવાનને ધર્મ યાનપાત્ર-વહાણ સમાન જાણુ. આ પુન્યાનુબંધી પુન્યને વેગથી જ પામી શકાય છે. માટે હે ભઆ વીતરાગને પવિત્ર ધમ પામીને જરા પણ પ્રમાદ ન કરશે. આ પ્રમાણે ઉપદેશ સાંભળીને દ્રાવાસી ઘેલાભાઈ તથા તેમના પુત્ર આદિ કુટુંબીજનોને ઉજમણું
ખર્જી વિગેરે સાધર્મિક વાત્સલ્ય કરવાના મારથ થયા. ગુરૂ દેવને વિનંતિ કરી તથા સંઘની અનુમતિ મેળવી શુભ મૂહુર્તમાં અઠ્ઠાઈ મહત્સવ પૂર્વક ઉજમણું કરી પરમાત્માની પૂજા ભક્તિમય મહોત્સવ કર્યો. અને શાતિસ્નાત્ર ભણવું. સાધર્મિક વાત્સલ્યમય નવકારશીઓ કરી શુભકાર્યમાં દાન દીધાં અનેક તપ, ધ્યાન, સામાયિક, પૌષધ, ઉપવાસ આયંબિલ વિગેરે ધર્મ કિયા અનુષ્ઠાન કરવાની પ્રવૃત્તિ કરી. ત્યાં શ્રી મહેસાણા સંઘ તરફથી શેઠ શ્રી ડાહ્યાભાઈ તથા કુલચંદભાઈ, મોહનલાલ ભાખરીયા વિગેરે શેઠીયાએ ગુરૂ મહારાજને મહેસાણું ચોમાસા માટે વિનંતિ કરવા આવ્યા. તેમને અત્યંત આગ્રહ
For Private And Personal Use Only