________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે ?
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું પંન્યાસજી શ્રી અજીતસાગરજીએ ગુરૂમહારાજની આજ્ઞાથી વેરાવળમાં બાઈ નંદકુંવરને મોટા મહોત્સવ પૂર્વક દિક્ષા આપી સાધવી અમૃતશ્રીજીની શિષ્યા કરી. આ બાઈએ વેરાવળમાં એક જૈન કન્યાશાળાની સ્થાપના માટે રૂા. ૩૦ હજારની મેટી રકમ આપી. તેમજ અનેક ધર્મકાર્યોમાં ઘણું સારી રકમ ખચી ત્યાંથી અજીતસાગરજી પન્યાસ રિબંદર વિગેરે તરફ વિહાર કરી યાત્રા કરતા જુનાગઢ પધાર્યા અને ઋદ્ધિસાગરજીને જુનાગઢ મલવા જણાવ્યું તેમજ ગુરૂમહારાજ શ્રી બુદ્ધિસાગરજીએ પણ તેમને ગીરનાર તીર્થની યાત્રા કરવા માટે આજ્ઞા ફરમાવી. વળી જયસાગરજીની પણ તે તીર્થની યાત્રા કરવાની ભાવના હતી. તેથી પન્યાસ શ્રી લાભવિજયજી ની રજ લઈને માંગરેલ તરફ વિહાર કરી ગીરનાર તીર્થની યાત્રા માટે જુનાગઢ તરફ વિહાર કર્યો. અમરેલી વિગેરે સ્થળે દર્શનનો લાભ લેતા જુનાગઢ આવી પહોંચ્યા. તીર્થરાજ શ્રી નેમિનાથ પ્રભુનાં દર્શન કર્યા, આનંદ અનુભવ્યું. પન્યાસજી શ્રી અજીતસાગરજી પણ પોરબંદર તરફનાં તીર્થ ક્ષેત્રોમાં દર્શન કરતા જુનાગઢ પધાર્યા. આમ પન્યાસજી તથા ત્રાદ્ધિસાગરજીનું મિલન ઘણુ વખતે થતાં હર્ષ આનંદ થયે. ત્યાં કેટલેક વખત રહી પન્યાસજીએ રાજકેટ તરફ વિહાર કર્યો. અને ઋદ્ધિસાગરજી, તથા જયસાગરજીને માંગર, વેરાવળ, પાટણની યાત્રા કરવા જવા જણાવ્યું. તેથી બંને જણ. માંગલેળ તરફ ગમન કરી, પ્રભાસ પાટણ વેરાવલનાં જિનચૈત્યેની યાત્રા દર્શન કરી, માળીયા ગયા, ત્યાં માત્ર સ્થાનકવાસી. નીજ વસ્તી છે. ત્યાં ચાર દિવસ રહી ધર્મને ઉપદેશ આપે
For Private And Personal Use Only