Book Title: Yoganishth Acharya Buddhisagarsuri Charitra
Author(s): Ruddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 115
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવન ચરિત્ર ૧૦૫ સાંભળી અત્યંત શેકાતુર વદને ગુરૂમહારાજના સ્થલ શરીરના દર્શન કરવા આવ્યું. જેન તેમજ સથવારા, પાટીદાર હરિજન વગે ગુરૂ મહારાજે રચેલા આત્મવૈરાગ્યમય આધ્યાત્મિક ભજનેની ધૂન મચાવી રાત્રિ જગે કર્યો - અમદાવાદથી સાંજની ગાડીમાં ભગતજી વીરચંદભાઈ તથા ભેળાભાઈ, વિમલભાઈ ડાહ્યાભાઈ, કલ કપુરચંદ તથા જગાભાઈ શેઠ, મણિભાઈ શેઠ વિગેરે શેઠોઆઓ આવી ગયા, ગુરૂમહારાજના સ્થલ શરીરને અંતિમ અભિષેક કર્યા પછી જરીના વસ્ત્રથી મઢેલી શિબિકા તૈયાર કરાવી, તે પાલખીમાં પધરાવી પાલખી ઉપાડવાની ઉછામણમાં મોટી રકમ થતાં તેમજ અગ્નિ સંસ્કારને પણ મેટ ચડાવે થયે તે બધી ક્રિયા કર્યા પછી જીવદયાની મેટા પ્રમાણમાં ટીપ કર્યા પછી સુદ ૪થી સવારમાં વિજાપુરના સંઘના આદેશથી ગુરૂભક્તોએ શિબિકાને માટી ધામધૂમ પૂર્વક વિજાપુરમાં ફેરવીને આથણી બાજુ સ્ટેશન પાસેના ચંદન અગર તગર વિગેરે સુગંધી કાષ્ઠની મહટી ચિતા તૈયાર કરાવેલી તેમાં સંઘના ભકત સજનેએ ગુરૂદેવની શિબિકા ભકિત પૂર્વક પધરાવી અગ્નિ સંસ્કારની ક્રિયા કરી. આચાર્ય મહારાજ શ્રી અજીતસાગરસૂરીશ્વરજીને તથા પન્યાસજી શ્રી અદ્ધિસાગરજીને તેમજ અન્ય સાધુ વર્ગને તથા જૈનસંઘને અત્યંત આઘાત થયો. પરંતુ સમ્યગ જ્ઞાન પૂર્વકની ધીરજથી વિચારીને કાલાંતરે શાનિત સ્થપાઈ. કહ્યું છે કે કાયા ત્યાગી સુભગતિ વિષે વાસ કીધે સુક, સાથું સાધ્યું નિહિત અરે વીરના સત્ય ધર્મો For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119