________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું સુખસાગરજી મહારાજે સંવત ૧૯૬૪ના મહા વદી દુની સવારમાં દીક્ષા આપી ત્રાદ્ધિસાગરજી નામ આપ્યું અને શ્રીમાન બુદ્ધિસાગરના શિષ્ય તરીકે સ્થાપન કર્યા. તેને ધાર્મિક જ્ઞાન આપવાની પ્રવૃત્તિ ગુરૂદેવે કરી. ત્યાંથી ગુરૂદેવ શ્રીસુખસાગરજી સ્વશિષ્ય મંડલ સાથે માણસા પધાર્યા. એક માસ કલ્પ પૂર્ણ કર્યો. ત્યાંથી ચૈત્ર સુદીમાં તારંગા તીર્થની યાત્રા કરવા વિદરોલ, ગવાડા, પિલવાઈ, ગેરીતા, પામોલ, કરબટીયા પીંપલજ વિગેરે ગામેએ વિહાર કરતા શ્રાવકેને ધમ માર્ગમાં પ્રવૃત્તિ કરાવતા તારંગા ગિરી ઉપર પરમ તિર્થપતિ શ્રી અજીતનાથના દર્શન કરી આનંદને અનુભવ કર્યો. ચિત્રી પુનમના પ્રભુદર્શન ભાવપૂજા સહ કરી શ્રી સુખસાગરજી તથા બુદ્ધિસાગરજી સ્વશિષ્ય સાથે ખેરાલુ પધાર્યા. ત્યાં પ્રતાપવિજયજી પન્યાસે શ્રી અમૃતસાગરજી તથા ઋદ્ધિસાગરને માંડલીયા રોગમાં પ્રવેશ કરાવ્ય ખેરાલુના સંગે પુજ્ય ગુરૂમહારાજ પાસે ઉપદેશ માટે માગ કરી તેથી ગુરૂશ્રીએ શ્રીમાન બુદ્ધિસાગરજીને વ્યાખ્યાન માટે આજ્ઞા ફરમાવી. અનેક જન તેમજ જૈનેતર ગાયકવાડી રાજ્યના અમલદારોએ તેઓશ્રીના વ્યાખ્યાનનો લાભ ઉઠાવ્યું અને અપૂર્વ જ્ઞાનને લાભ મળવાથી આનંદ આનંદ વતી રહ્યો. માસકલ્પ પૂર્ણ થતાં ત્યાંથી વિહાર કરી શ્રીમાન પન્યાસજી પ્રતાપવિજયજી તથા પુજ્ય ગુરૂવર સુખસાગરજી બુદ્ધિસાગરજી વિગેરે ત્રણે જણ તેમના શિષ્ય પરિવાર સાથે ઉંઝા પધાર્યા ત્યાં શ્રી પ્રતાપવિજયજી પંન્યાસજીની પાસે મુનિ શ્રી અમૃતસાગરજી તથા અદ્ધિસાગરજીને સંવત ૧૯૬૪ના વૈશાખ વદી
For Private And Personal Use Only