________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું થયે. અને ધર્મ પ્રવૃત્તિ કરવામાં જાદુઈ અસર થઈશ્રદ્ધા ભક્તિમાં વધારો થયે. કેટલાક શ્રાવકેએ અધ્યાત્મસાર, જ્ઞાન સાર સુદર્શન ચરિત્રનું વાંચન અધ્યન કર્યું. ઝવેરી લલ્લુભાઈ રાયજીને ઉપદેશ આપી શ્રાવક વર્ગના જે બહાર ગામના વિદ્યાથીઓ અભ્યાસ માટે આવેલા હોય તેમને રહેવા ખાવા માટે પડતી અડચણો દુર કરી એક છાત્રાલય સ્થાપવા માટે આજ્ઞા કરી. લલ્લુભાઈએ પણ તે આજ્ઞા માથે ચડાવી અને તે કાર્ય માટે એક લાખ રૂપીઆની ઉદાર સખાવત કરી. તેમજ બીજા સખી ગ્રહસ્થાએ પણ તેમાં સારી મદદ કરીને એક “શેઠ લલ્લુભાઈ રાયજી જૈન શ્વેતાંબર ઑડિગ તથા ધાર્મિક શિક્ષણ શાળા શરૂ કરી શ્રાવકેની કેળવણીમાં સાથ આપે.
ચાતુર્માસ પુરૂં થતાં ગુરૂ મહારાજ શ્રી સુખસાગરજી સાથે પ્રાંતિજ તરફ વિહાર કર્યો. ગુરૂ મહારાજના આગમનથી શ્રાવકેમાં ધર્મ કરણી તરફ ઉત્સાહ વળે. ત્યાંથી વિહાર કરતા પેથાપુર માણસા, પાનસર કલેલ કડી ભેયીજી વિગેરે સ્થળોએ તીર્થયાત્રા કરતા ગેધાવી થઈ અનેક જગ્યાએ ધર્મોપદેશ આપતા ગુરૂજીની સાથે પૂજ્ય શ્રી બુદ્ધિસાગરજી સાણંદ ગામે પધાર્યા. શ્રી સાણંદના સંઘે અત્યંત આનંદ પૂર્વક સામૈયા સાથે ગુરૂ મહારાજ શ્રી સુખસાગરજી, ન્યાય સાગરજી, શ્રી બુદ્ધિસાગરજી તથા રંગસાગરજીને પ્રવેશ ધામધૂમથી કરાવ્યા.
સાણંદના સંઘે ચોમાસું રહેવા માટે આગ્રહભરી વિનંતી કરી બીજે જવા ના પાડી. ગુરૂશ્રીએ લાભાલાભનું કારણ સમજી સમ્મતિ આપી અને પિતાના વિનયી વિદ્વાન શિષ્ય શ્રી બુદ્ધિ
For Private And Personal Use Only