________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું આંબલીપળના ઉપાશ્રયે ઉતર્યા ધર્મોપદેશની પ્રવૃત્તિ ચાલી. મણીભાઈના બંગલામાં ઉજમમણને મહત્સવજા હંમેશાં આડંબર પૂર્વક પૂજાએ ભણાવા લાગી. શાન્તી સ્નાત્ર પણ સારા ઠાઠમાઠથી ભણાવ્યું. ત્યાં ગુરૂદેવે માસકલ્પ કર્યો. ત્યાંથી સાણંદ વીરમગામ થઈ ઉપરિયાલામાં યાત્રા કરી પ્રભુના દર્શન કર્યા. સુરતના વેરી શેઠ જીવણભાઈ ધર્મચંદ ગુરૂ મહારાજને વંદન કરવા તેમજ પ્રભુના દર્શન કરવા માટે ઉપરિયાલા આવ્યા. ગુરૂ મહારાજે પાલીતાણામાં યશવિજયજી પાઠશાળાના વહીવટ અંગે મુશ્કેલી જણાવ્યાથી તે કામ ઝવેરી જીવણભાઈને ઉપાડી લેવા બદલ તેમને ઉપદેશ આપે, અને પાઠશાળા સારા પાયા ઉપર ચાલે તે બદલ પ્રવૃત્તિ કરવા તેમને પ્રેર્યા. ગુરૂમહારાજની આજ્ઞા માન્ય કરી તે કામ કરવા કબુલાત આપી તેઓ મુંબઈ ગયા. ત્યાં જઈ પૂર્વના કાર્યકર્તાઓને બેલાવી નવીન વ્યવસ્થાપક કમિટિ રચી તેમાં પોતે પ્રમુખ થયા, અને પાઠશાળાને સારા પાયા ઉપર લાવ્યા અને તેનું નામ શેવિજયજી ગુરૂકુલ રાખ્યું તે કમીટીમાં વિજાપુરના વતની મુંબઈના લલ્લુભાઈ કરમચંદને લીધા. હાલમાં તે ગુરૂકુલ સારી રીતે ચાલે છે. ત્યાંથી ગુરૂશ્રી સંખેશ્વર પાર્શ્વનાથની યાત્રા કરી અમદાવાદ આવ્યા ત્યાં અમદાવાદના શ્રાવક ભગતજી વીરચંદભાઈ કળદાસે યુવ્રત ઉશ્ચર્યું ઉપરોકત ભગતજીએ જૈનધર્મની સારી સેવા બજાવી છે. અમદાવાદમાં ઉભુ થનારું ભયંકર કતલખાનું રેકવા માટે પ્રાણના જોખમેતેમણે જીવદયાની પ્રવૃત્તિ આદરી હતી. અમદાવાદના શ્રાવકેએ તેમને ધન્યવાદ આ હતે. ગુરુશ્રી શંખેશ્વરથી પાટણું ચારૂપ વિગેરે
For Private And Personal Use Only