________________
પ્રશ્ન. લેશ્યા સ્ત્રીઓને તથા સાધ્વી મહારાજને હોવા છતાં એ બોલ શા માટે નથી બોલવાનો ?
ઉત્તર : અનંતી પાપરાશી ભેગી થવાથી સ્ત્રીવેદ મળે છે. માટે તેઓએ ક્રિયા વધુ જ કરવી જોઇએ. છતાં આ બોલ બોલવાથી લજ્જા-મર્યાદા જળવાતી નથી. મુહપત્તિના છેલ્લા ૨૫ બોલ કાયાની પડિલેહણના છે. સ્ત્રી-વર્ગમાં અમુક અંગો વસ્ત્રાવૃત હોય છે, તેથી કાયા પડિલેહણ થઇ શકે નહીં. જો મસ્તક-સ્કંધાદિનું પડિલેહણ કરે તો તે ભાગ ખૂલ્લો થાય, જેમાં લજ્જાદિ મર્યાદા જળવાય નહીં. માટે આ બોલ બોલવાનું વિધાન સાધ્વીજી મ. તથા શ્રાવકાઓને નથી.
પ્રશ્ન. : રક્ષા અને જયણામાં શો ફેર ?
ઉત્તર : વિરાધના કરવાનો ભાવ ન હોય પણ સાપેક્ષપણે કરવી પડે તે જયણા અને વિરાધના કરવી જ ન પડે તે રક્ષા.
ગૃહસ્થ ત્રસકાયની રક્ષા કરે છે ને ? એમ પ્રશ્ન થાય.
પણ ના, શ્રાવકો ત્રસકાયની પણ રક્ષા નથી કરી શકતા ? અનાજ વિગેરે માં ધનેરા પડે તો રક્ષા ક્યાંથી ? આમ જયણા જ કરે છે. છતાંય પુસ્તકમાં ત્રસકાયની રક્ષા શા માટે છે ? આનું કારણ તો જ્ઞાની ભગવંત જાણે.
પ્રશ્ન. મુહપત્તિની કિનારી ડાબી બાજુથી જમણી બાજુ કેમ લઇ જવાની ?
જ. આજ્ઞાથી આપણે વામ એટલે આડા થયા છીએ અને સવળા થવા માટે ડાબી બાજુથી જમણી બાજુ કિનારને લઇ જવાની.
વાચના-૩૧ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org