Book Title: Yatidincharya Vachna 2
Author(s): Abhaysagar
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 203
________________ અથવા ગુરુ મ.સા. એ ૧૦ વાગે અમુક જગ્યાએ જવા માટે આજ્ઞા આપી હોય કે કોઇ કાર્ય કરવા કહ્યું હોય તો ત્યાં જતી વખતે કે કાર્ય કરતાં તે સમયે પુનઃ પૂછવું તે આપૃચ્છા. પછી પુસ્તક કે ઉપકરણ વિગેરે ઠેકાણે મૂકે. કપડો, કામળી, દાંડા સાથે તૈયાર થઇ નીકળે તે સમયે આચાર્ય મહારાજને પૂછે તે પ્રતિપૃચ્છા કહેવાય ટૂંકમાં કાર્ય પહેલાં પુછે તે આપૃચ્છા કાર્ય સમયે જ પુનઃ પુછે તે પ્રતિપૃચ્છા. આજે આ સામાચારી નો ભંગ થાય છે. છેક ત૨૫ણી ભરીને પછી જ બાહીર ભૂમિ માટે પૂછે, પણ પહેલાં પૂછવાથી વ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના જ્ઞાતા જ્ઞાની ગુરુમહારાજ કહે ‘ભાઇ ! અત્યારે સ્વાધ્યાય કરો. પછી જજો.' પહેલાં આપૃચ્છા અને જતી વખતે પ્રતિપૃચ્છા કરે. આપૃચ્છા અને પ્રતિપૃચ્છા સામાચારી ન હોય તો ગુર્વાજ્ઞાનું મહત્વ ન સમજી શકાય. હવે છંદના, નિમંત્રણા સામાચારી જણાવે છે. *``પુર્વ્ય દિન છંટ’’ પોતાના માટે વહોરી લાવેલ ગોચરીમાંથી નિયંત્રણ કરે. આ આહારમાંથી તમે ગ્રહણ કરીને મને લાભ આપો. એમ નમ્રભાવે પ્રાર્થના કરવી તે છંદના. ``નિયંતા તો ગાળિતં′ પોતે વહોરીને લાવ્યા ન હોય પરંતુ નાનામોટા-ગ્લાન વિગેરેને વિનંતી કરવી આપના આહાર-પાણી લાવવાનો લાભ મને આપો તે નિમંત્રણા. છંદના = લાવેલ ગોચરી બાલ-વૃદ્ધ-ગ્લાન-તપસ્વી-ઉપાધ્યાય- આચાર્ય વિગેરેને આપે. પેટ તો કૂતરા-બિલાડા પણ ભરે છે પણ આવા ઉચ્ચ આત્માઓનો લાભ ક્યાંથી મળે ? ''તારો દુષ્ના વિ તારિો’’ લાવેલ વસ્તુ ગુણાનુરાગ દ્રષ્ટિથી બીજાને આપવી તે છંદના સામાચારી, અને લાવ્યા પહેલાં પૂછવું તે નિમંત્રણા સામાચારી સૌહાર્દ-ભાવ બન્નેમાં જરૂરી છે. ઉભયનો ઉલ્લાસ ટકાવવો એ જ ગીતાર્થનું કાર્ય છે. બન્નેમાં ભાવની વૃદ્ધિ થવી જોઇએ. જ ૧૦) ઉપસંપદા સામાચારી : જ્ઞાનની વૃધ્ધિ માટે, દર્શનની નિર્મળતા, ચારિ * સામાચારી પ્રકરણાદિ ગ્રંથોમાં છંદના અને નિયંત્રણા સામાચારીની વ્યાખ્યામાં વિવક્ષા ભિન્નતા જણાય છે.-સંપાદક વાચના ૫૮ Jain Education International For Private & Personal Use Only ૧૭૮ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212