Book Title: Yatidincharya Vachna 2
Author(s): Abhaysagar
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 201
________________ ૨) મિથ્યાકાર સામાચારી સંયમ યોગની ક્રિયાની આચરણમાં વિતથ આચરણા થઇ જાય તો તુરત ‘મિચ્છામિ દુક્કડં’ દે; તે મિથ્યાકાર સામાચારી. ૩) તથાકાર સામાચારી કલ્યાકલ્પ કર્તવ્યાકર્તવ્યમાં હોંશિયાર હોય જ્ઞાનાચારાદિ પાંચ આચારમાં રહેતા હોય તેવા આત્માની આજ્ઞામાં તર્ક ન કરાય. તેઓ જે ફરમાવે તેનો સ્વીકાર કરી લેવો. અહીં કલ્પ = આચાર; તદ્ વિપરીત અકલ્પ અથવા જિનકલ્યાદિની આચરણા તે. કલ્પ અને ચરક સુગતાદિની આચરણા તે અકલ્પ આવી જ્ઞાનનિષ્ઠાને પામેલા તથા મહાવ્રતાદિમાં સ્થિત, સંયમ તપમાં આઢય એવા ગુરુના વચનનો કોઇ પણ વિચાર કર્યા વગર સ્વીકાર કરે તે તથાકાર સામાચારી. જેનાથી આત્મા કર્મબંધન તોડવા સમર્થ થાય તે આચાર. જેનાથી આત્મા કર્મબંધન તોડવા સમર્થ ન થાય તે અકલ્પ. જીવ મરે કે ન મરે પણ જેમાં આશ્રવ વધે, સંવર ઘટે તે અકલ્પ. જેમાં આશ્રવ ઘટે સંવર વધે તે કલ્પ દેખીતી રીતે ભલે આપણને ઉલ્લાસ ન લાગે યા હિંસા લાગે તો પણ કલ્પ. કલ્પ = જિન કલ્પ, સ્થવિર કલ્પ વિગેરે છે. સાધુપણુ પંચ મહાવ્રતમાં રહે, સંયમ તપમાં આઢ્ય એવા ગુરુ મહારાજ જ્યારે વાચના આપતા હોય ત્યારે ‘‘જી’’ સાહેબ કહે. જી=સ્વીકાર, તહત્તિનું ટૂંકુ સ્વરૂપ છે. ‘આપ જે કહો તે જ સ્વીકારવા લાયક છે.'' ન થઇ શકે એ વાત જુદી છે. આમ સ્વીકાર કરવો તે તથાકાર સમાચારી છે. ૪) આવશ્યિકી સામાચારી : જ્ઞાન-દર્શન-ચારિત્ર નિમિત્તે અવશ્ય-નિશ્ચિત રુપે વસતી – ઉપાશ્રયની બહાર જવું પડે ત્યારે વસતીની બહાર જતાં આવસહી કહેવું તે આવશ્યકી સામાચારી આવશ્યક કાર્ય સિવાય વસતીની બહાર જવાનું નથી તે આ સામાચારી જણાવે છે. ‘‘આવશ્વિકી’’ (ઞ + વશ્ય) તાબેદારીથી કે પરાણે નહીં પણ ગુર્વાશા વચન પાલન માટે. આત્મવિકાસ માટે ક૨વું દેરાસરમાંથી બહાર નીકળી ગોચરી. પાણી વિગેરે કરવું એય સંયમ પ્રધાન અંગ છે. ઉપાશ્રયમાંથી ગોચરી, સ્પંડિલ, માત્રુ તથા ગુર્વાશા ત્રણ કારણે બહાર જાય જેમ કે ગુર્વજ્ઞા દવા લેવા વિગેરે જવાનું કહે તે ગુર્વાજ્ઞા પ્રમાણે કરવાથી મોહનું જોર ઘટે. વાચના-૫૮ Jain Education International For Private & Personal Use Only ૧૭૬ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212