Book Title: Yatidincharya Vachna 2
Author(s): Abhaysagar
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 207
________________ થઇ હોય તે ઉપશમ. તે ઉપશમ દ્વારા આત્માના પાપમલને વે, આત્માને નિર્મલ બનાવે. પાપ એટલે ‘મોહ' અર્થાત્ રાગ-દ્વેષની પરિણતિ-વિભાવદશા કે જિનાજ્ઞા વિરુદ્ધ ચાલવું તે. આમ જ્યારે-જ્યારે પાપ થાય ત્યારે મિચ્છા મિ દુક્કડં દે અને આત્માને નિર્મળ કરે. મારાથી ભૂલ ન થવી જોઇએ એમ વિચારી પુનઃ પુનઃ મિચ્છા મિ દુક્કડં દે. આ રીતે ભાવિત થએલો આત્મા જે ગીતાર્થ = સૂત્રાર્થને જાણનારો તથા યથોક્ત સામાચારીનું પાલન કરનાર હોય તે નિર્દોષ અશનાદિક પિંડને ગ્રહણ કરે. ||૭૨।। ગોચરી લેતાં પહેલાં પરિણતિની નિર્મળતા ખૂબ જરૂરી છે. અન્યથા આત્મા મોહનીયની વાસનામાં ફસાય છે. આજ્ઞારુપી અમૃતના રસાસ્વાદથી જેનો ભાવિતાત્મા છે. ભાવિત = તદ્રુપે પલોટાઇ જાય, દોષ ટાળવામાં=નિર્દોષ ગ્રહણ ક૨વામાં એક-મેક થાય. ગોચરી જનાર ગીતાર્થ હોય; સામાન્ય કોટિનો આત્મા ન હોય. હા; તે સામાન્ય સાધુ ગીતાર્થ સાધુની સાથે જાય ને ટ્રેનીંગ લે એ વાત જુદી છે. અહીં ગીતાર્થની વ્યાખ્યા કરે છે. ગીત સૂત્ર અર્થ = વ્યાખ્યા. સૂત્રની વ્યાખ્યા ‘આજ્ઞા' પ્રમાણે જીવન જીવવાની તૈયારી તે ગીતાર્થ. પરમાત્માની આજ્ઞા શું ? તે કર્મક્ષય ક્યારે થાય ? કર્મક્ષય કરવો તે Jain Education International રાગ-દ્વેષ ઘટે ત્યારે તે રાગદ્વેષ ક્યારે ઘટે ? આત્મભાવની સન્મુખ હોય તો પૌદ્ગલિક રાગ ખતમ થાય, પુદ્ગલનો રાગ ન હોય ત્યારે રાગ-દ્વેષ ઘટે. ઉપયોગ ભલે હોય, પણ આના વિના ન જ ચાલે. આવું ગીતાર્થને ન હોય. વાચના-૫૯ For Private & Personal Use Only ૧૮૨ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212