Book Title: Yatidincharya Vachna 2
Author(s): Abhaysagar
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 210
________________ (૧૧) અભ્યાહત સાધુને વહોરાવવા લાયકની ચીજ સામે લાવીને વહોરાવે. અભ્યાહત = ન છૂટકે હેલી (વરસાદ) વિગેરેમાં બાળ-ગ્લાન-તપસ્વીને ન રહેવાય તો જ વહોરે તો ઓછો દોષ. પરંતુ ગૃહસ્થો જે ડબ્બા વિગેરે સામે લાવે અને તે સાધુઓ લે છે તે મોટો દોષ છે. (૧૨) ઉદભિન્ન નવી બરણી, ડબ્બા તોડીને તેમાંથી વસ્તુ વહોરાવે. (૧૩) માલાપહૃત માલિયા-મંચ-મેડા ઉપરથી કે અભરાઇ વિગેરેમાંથી ઉતારીને સાધુને માટે લાવે તે. (૧૪) આછિંદ્ય સામેવાળાની ઇચ્છા ન હોય તો પણ ઝૂંટવીને લે અને વહોરાવે. દિકરા-નોકર વિગેરે ઇચ્છા ન હોય તો પણ પિતા, સત્તા કે શક્તિના જોરે તેની વસ્તુ વહોરાવે તે. (૧૫) અનિકૃષ્ટ એક ચીજના ૩/૪ માલિક હોય અને તે બધાની ભાવના સાધુને વહોરાવવાની ન હોય અને એક વ્યક્તિ વહોરાવે તે. (૧૬) અધ્યપૂરક પોતાના માટે બનાવવાની રસોઇમાં ૧૦, ૧૫ મહારાજ આવવાના સમાચાર મળતાં રસોઇની શરૂઆતમાં જ વધુ ઉમેરો કરી રસોઇ બને તે. ગ્રંથકારે આને અધ્યપૂર દોષ કહ્યો છે. ગ્રંથાન્તરમાં-પોતાના માટે પકાવવા મુકેલી રસોઇમાં વચ્ચે વધારે કરે તેને અથવપૂરક જણાવે છે. આ ૧૬ દોષ પિંડોમનના છે. આહાર બનાવતા ગૃહસ્થના નિમિત્તથી લાગતા દોષો છે. હવે ઉત્પાદનના-૧૬ એષણાના-૧૦ દોષો જણાવશે. પ.પૂ. આગમ વિશારદ વાચનાદાતા પૂ.ગુરુદેવ શ્રી અભયસાગરજી મ. દ્વારા અપાયેલ યતિદિનચર્યા ગ્રંથની વાચના પૈકી ૭૫ ગાથા (મૂળ) સુધીની વાચનાનોંધ અમોને મળી શકી છે..! તેના આધાર તૈયાર કરેલ સંકલન અત્રે પૂર્ણ થાય છે. સંપાદક :- ગણિ નયચંદ્રસાગર વાચના-૫૯ ૧૮૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212