________________
થઇ હોય તે ઉપશમ. તે ઉપશમ દ્વારા આત્માના પાપમલને વે, આત્માને નિર્મલ બનાવે.
પાપ એટલે ‘મોહ' અર્થાત્ રાગ-દ્વેષની પરિણતિ-વિભાવદશા કે જિનાજ્ઞા વિરુદ્ધ ચાલવું તે.
આમ જ્યારે-જ્યારે પાપ થાય ત્યારે મિચ્છા મિ દુક્કડં દે અને આત્માને નિર્મળ કરે. મારાથી ભૂલ ન થવી જોઇએ એમ વિચારી પુનઃ પુનઃ મિચ્છા મિ દુક્કડં દે. આ રીતે ભાવિત થએલો આત્મા જે ગીતાર્થ = સૂત્રાર્થને જાણનારો તથા યથોક્ત સામાચારીનું પાલન કરનાર હોય તે નિર્દોષ અશનાદિક પિંડને ગ્રહણ કરે. ||૭૨।।
ગોચરી લેતાં પહેલાં પરિણતિની નિર્મળતા ખૂબ જરૂરી છે. અન્યથા આત્મા મોહનીયની વાસનામાં ફસાય છે.
આજ્ઞારુપી અમૃતના રસાસ્વાદથી જેનો ભાવિતાત્મા છે.
ભાવિત = તદ્રુપે પલોટાઇ જાય, દોષ ટાળવામાં=નિર્દોષ ગ્રહણ ક૨વામાં એક-મેક થાય. ગોચરી જનાર ગીતાર્થ હોય; સામાન્ય કોટિનો આત્મા ન હોય. હા; તે સામાન્ય સાધુ ગીતાર્થ સાધુની સાથે જાય ને ટ્રેનીંગ લે એ વાત જુદી છે. અહીં ગીતાર્થની વ્યાખ્યા કરે છે.
ગીત સૂત્ર
અર્થ = વ્યાખ્યા.
સૂત્રની વ્યાખ્યા ‘આજ્ઞા' પ્રમાણે જીવન જીવવાની તૈયારી તે ગીતાર્થ.
પરમાત્માની આજ્ઞા શું ?
તે કર્મક્ષય ક્યારે થાય ?
કર્મક્ષય કરવો તે
Jain Education International
રાગ-દ્વેષ ઘટે ત્યારે
તે રાગદ્વેષ ક્યારે ઘટે ?
આત્મભાવની સન્મુખ હોય તો પૌદ્ગલિક રાગ ખતમ થાય, પુદ્ગલનો રાગ ન હોય ત્યારે રાગ-દ્વેષ ઘટે.
ઉપયોગ ભલે હોય, પણ આના વિના ન જ ચાલે. આવું ગીતાર્થને ન હોય.
વાચના-૫૯
For Private & Personal Use Only
૧૮૨
www.jainelibrary.org