Book Title: Yatidincharya Vachna 2
Author(s): Abhaysagar
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 206
________________ વાચનાપલ તદ તદૃમાળનોનં..।।૭૧|| પરમાત્માના શાસનમાં સંયમ જીવન પામ્યા પછી શાસ્ત્રાજ્ઞા અનુગત આજ્ઞા પાલનથી મોહનીય ઘટે છે. એ વાતને કેન્દ્રમાં રાખી પૂ.આ.શ્રી ભાવદેવ સૂરિ મ. એ ‘યતિદિનચર્યા’ ગ્રંથમાં શાસ્ત્ર નિર્દિષ્ટ સામાચારી ગુંથી છે. ગીતાર્થોની આચરણાથી રૂઢ હોય તે સામાચારી કહેવાય. દશવિધ તથા ચક્રવાલ સામાચારીનો અધિકાર આવી ગયો. આ સામાચારીનું પાલન પ્રતિદિન કરે તો મુનિ કેવી રીતે રહી શકે ? એક પછી બીજું કાર્ય કરવાનું જ હોય તો અધ્યવસાયોની સ્થિરતા કેવી રીતે ટકે ? તે જણાવે છે. ``મવિશ્ય બ્ને વટ્ટમાાનોi || ભવિષ્યમાં ક૨વાના કાર્યને ‘કરીશ’ એમ સાધુ ન કહે. પરંતુ વર્તમાન યોગ કહે. અર્થાત્ ‘ક્રિયા કરવાના અનુકૂળ સંયોગ હશે તો કાર્ય ક્રિયા કરીશ.' એ બતાવવા હું કાર્ય કરીશ એમ ન કહેવાય. અકાર્યનો તો ત્યાગ જ કરે; ક૨વા લાયક કરે. તેમાં પણ ભવિષ્યના કાર્ય પ્રસંગોના અધ્યવસાયો ચાલુ આરાધના-સાધનાને કહોવી ન નાંખે. ‘મારે આ કરવું છે'' ‘આ કરવાનું છે'' તેવી વ્યગ્રતા ન આવે અને થઇ રહેલી ક્રિયામાં એકાગ્રતા પૂર્ણ ઉપયોગ સ્થિર રહી શકે માટે વર્તમાન યોગના ભાવને સાધુ સતત આગળ રાખે. આથી જે સામાચારીનું પાલન ચાલતું હોય તેમાં સ્થિરતા આવે. સાધુ પોતાની જાતને સ્થિરતા પૂર્વક કેવી રીતે ટકાવે ? તે જણાવે છે. ``હવય ર પત્રિાયાં’’ ક૨ પત્રિકા એટલે ચર્મમય જલપાત્ર અર્થાત્ મશક હૃદયરૂપી મશકમાં ઉપશમનું નીર હોય. ઉપશમ એટલે શાસનની આરાધના ના પ્રભાવે કષાયની શાંતિ વાચના-પ૯ Jain Education International For Private & Personal Use Only ૧૮૧ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212