Book Title: Yatidincharya Vachna 2
Author(s): Abhaysagar
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 199
________________ નાસિકામાં) શ્વાસ ચાલતો હોય તો જમણો પગ ઉપાડી ચાલવાની શરુઆત કરે. ત્યારે ગાથા બોલીને જાય પછી દાંડો વચમાં ક્યાંય નીચે મુકે નહીં. વળી શુધ્ધ ગોચરી લાવવા માટે નીચેની બે ગાથા બોલીને જાય (પૂર્વે સામાચારીમાં આ બે ગાથા બોલવાની હતી પરંતુ હાલ નથી.) उसभस्स य पारणाए इकखुरसो आसि लोगनाहस्स । सेसाण य परमन्नं अमियरसरसोवमं आसि ॥६७॥ अकखीण-महाणसिलद्धि-संजुओ जयउ गोयमो भयवं । जस्स पसाएणऽज्जवि साहुणो सुत्थिया भरहे ।।६८।। લોકનાથ એવા ઋષભદેવ પ્રભુને દીક્ષા તપનું પારણું ઇશુરસથી થયું. બાકીના તીર્થકરોનું પારણું અમૃતરસની ઉપમા સમાન ખીરથી થયું...તે તથા અક્ષીણ મહાનસી લબ્ધિ યુક્ત એવા તથા જેમના પ્રસાદથી આજે પણ ભરતક્ષેત્રમાં ચારિત્ર સંપન્ન સાધુઓ સમાધિ યુક્ત રહેલા છે તે ગૌતમ સ્વામી ભગવાન જય પામો. ૬૭/૬૯ || આ રીતે સ્મરણ કર્યા પછી સાધુ ગોચરી માટે નીકળે તે કેવો હોય ? તે માટે ત્રણ વિશેષણ આપેલ છે. ૧) ઉદ્યત આળસ રહિત, નિર્દોષ ગોચરીની ગવેષણા કરવામાં આળસ ન કરે. ૨) અદીનવદન વિકસીત મુખવાળો દીનતારહીત મુખ હોય. ૩) પ્રસન્ન મનોદ્રષ્ટિ નિર્મળ મનવાળો = ઇન્દ્રિયોને પોષવાની લાલસ ન હોય. આવો મુનિ ઉછવૃત્મા = થોડો થોડો આહાર લેવા દ્વારા ગોચરી ગ્રહણ કરે. ગોચરીને માધુકરી કહેવાય છે. મધુકર એટલે ભમરો, જેમ ભમરો જુદા-જુદા ફૂલોમાંથી થોડો-થોડો રસ ચૂસે છે તેમાં (૧) પુષ્પને કિલામણા નથી થતી તથા (૨) પુષ્પ પણ રસ રહિત નથી બનતું છતાં (૩) ભમરો પોતાના આત્માને સંતોષ પમાડે છે. તે જ રીતે સાધુની ભિક્ષા ચર્યા હોય. જેને ત્યાંથી ગોચરી લે તેનું મન ન દુભાય તથા તેને પુન: કરવી પણ ન પડે વિગેરે અનેક વિધિ ધ્યાનમાં રાખી ગોચરી વહોરે. ગોચરી જવાના ટી વીથી: (પ્રકારના માર્ગ બતાવે છે.) "૩નૂરતું પુત્રી' (૧) ઋજવી (૨) પ્રત્યાગતિ (૩) ગોમૂત્રિકા (૪) પતંગવિથી (૫) પેટા (૬) અર્ધપેટા (૭) અત્યંતર શબૂકા (૮) બાસ સંબૂકો. એ આઠ ગોચરી ભૂમિ એટલે...ગોચરી ફરવા માટેના માર્ગ છે. આહાર ગવેષણા માટે વાચન-પદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212