________________
ચોતરફ સુગંધ...સુગંધ...થઇ ગઇ.
'
પેથડશાહે બધાને સમજાવી ગોઠવણ કરી લીધી; અને રાજદરબારમાં આવ્યા રાજ્ય કામ પતાવી અલક મલકની વાતો કરે છે. ત્યાં રાજાએ કહ્યું ‘‘આવેલ પ્રધાન મંડળ આપણી વનશ્રી જુવે તે માટે ચાલો ફ૨વા જઇએ'' કનોડનું પ્રધાન મંડળ સાથે રાજા-પેથડ શાહ વિગેરે નગરની શોભા નીહાળવા નીકળે છે. આખું નગર રાજાની પ્રશંસા કરે છે. બધા મુખ્ય ઉદ્યાનમાં પ્રવેશ કરે છે. ખૂબુથીજ બધાના દીલ ડોલી ઉઠે છે...વનરાજી જોતાં જોતાં આગળ વધે છે. આ બાજુ સરોવરમાં (મોટા હોજમાં) ચુનંદા ઘોડાઓ ને અશ્વપાલ હવરાવે છે. માંડવગઢમાંથી લોકો ફરવા આવે ને પ્રશંસા કરે છે.
ઓહ ! આટલું ૩૨ માઇલ પ્રમાણ વિસ્તારનું સામ્રાજ્ય ૪|| માઇલ પ્રમાણ સુંદર સુંગધ પાણી ? માંડવમાંથી લોકો આવે ને પ્રશંસા કરે.
રાજા પેથડને પૂછે છે આ બધું શું છે ? પેથડ કહે છે. હજુર ! મેં નહિ માનતા.
રાજા કહે ચાલો આપણે આગળ જઇએ.
‘અજાણ્યા’ થઇને આગળ આવ્યા ઘોડાને નવડાવનાર અશ્વપાલને પૂછે છે કે તમે આ શું કરો છે !
અશ્વપાલ કહે ‘ઘણી ખમ્મા અન્નદાતા'' ઘાસ મેં ક્યા શક્તિ હોતી હૈ ? કસ્તૂરી હીરા વિગેરેના પદાર્થો ભેળવેલા પાણીથી ઘોડાને સ્નાન કરાવવાથી તાજા-માજા થાય. વળી અમારા રાજા ખુશ થાય.
પેથડની આ યોજના હતી. ટેપની જેમ બોલી ગયા, પેથડ કોડ દેશના પ્રધાન મંડળના માણસોની સીકલ જુએ છે. બધા ખુશ હતા. પણ એક વૃદ્ધ હળવેકથી બોલ્યો “બુંદસે ગઇ વો હોજસે નહીં સુધરતી'' પણ પેથડે વાતમાં ગોટાળો કર્યો. તમને મંગજમાં ન બેસે તો કંઇ નહીં. પણ અમારા રાજા તો આવા ઉદાર છે. એમ કહી બધાને રવાના કર્યા. પુનઃ રાજસભા ભરાઇ. બધા કહે ‘આ રાજા સારા છે’. લીલાવતી આપવી જોઇએ. વૃદ્ધ કહે, “બધાને માન્ય હોય તો મારે શું વાંધો છે ?''
સાધુપણામાં જે દુ:ખ આવે તે બુંદ છે. નારકીમાં પાંચ ક્રોડ, અડસઠ લાખ, આડત્રીસ હજાર વિપાકોદય. ભોગવ્યા છે. પરાધિન અવસ્થામાં, બેહાલતમાં, રોઇરોઇને, આર્તધ્યાન, રોદ્રધ્યાન કરી કરીને, દુ:ખો પોકારીને ભોગવવા પડ્યા છે. પુનઃ
વાચના-૪૯
Jain Education International
For Private & Personal Use Only
૧૨૩
www.jainelibrary.org