________________
ઉપાધ્યાય મહારાજ એકાસણામાં સાધુઓને આયંબિલ ખાતાની ગોચરી લાવવા ન દેતા એકાસણામાં જે ગોચરી મળે તેનાથી ચલાવી લેવાનું. કોઇને આયંબીલની સુગ હોય છે. ૬ વિગઇ ત્યાગ કરી એકાસણું કરે પણ આથી આયંબિલની સુગ ન જાય, તેથી શરૂઆતમાં દોષ લગાડીને પણ આયંબિલ કરાવતા. ધીરે ધીરે સુગ નીકળી જાય અને શુદ્ધ આયંબિલ કરે.
'તે ળ વૈજ્યંતિ સાદુળો' આવા વિવિધ ઘરોમાંથી ગોચરી વહોરવામાં રક્ત જિતેન્દ્રિય વિગેરે વિશેષણ હોય તે નિશ્ચે કરીને સાધુ કહેવાય.
આ `ળૅ એ નિશ્ચયવાચી છે અહીં ``તે'' તૃતીયાર્થે નથી એ ખ્યાલ રાખવો. ગોચરીમાં ઉદ્ગમ ઉત્પાદન અને એષણાના દોષો ન લાગે તેમ લે. જે ગોચરીની બનાવટ ઉદ્ગમ આદિ શુદ્ધ હોય અર્થાત્ રસોઇની બનાવટ આધાકર્માદિ ૧૬ દોષ રહિત તથા રત્નત્રયીની આરાધનામાં સામાની બહુમાન કરવાની વૃતિ હોય તો સાધુએ શરીર ટકાવવા માટે ઉદ્ગમ શુદ્ઘ, ઉત્પાદ શુદ્ધ, એષણા શુદ્ધ આહાર હોય તે લેવો. જેની બનાવટ રત્નત્રયીની શુદ્ધિ માટે ન હોય; લોકેષણાથી હોય તો તે આહાર સાધુ માટે નકામો છે.
પાલીતાણામાં થતી ભક્તિ ઉદ્ગમ શુદ્ધ ક્યાં રહે ? એવી ભક્તિમાં હાજરી અપાય જ કેમ ? એમાં નાણાપિંડ પણ ક્યાં રહ્યું ? પ્રથમ પોરસી કરતાં વધારે લે તે ય દોષ છે, એની રત્નત્રયી પોષકવૃત્તિ છે જ ક્યાં ? ભક્તિના બોર્ડો લગાડાય તો શું સાધુ ત્યાં જાય ? આ શું જ્ઞાનીની આજ્ઞા છે ? સાધુ-સાધ્વી એ ભિખારી છે ? ભક્તિમાં પડાપડી થાય સારા-ખોટા સરખા જ ગણાય સાચો માર્ગ કોણ બતાવશે ?
નાણાપિંડ=વિવિધ ઘરેથી ગોચરી લાવે. તેમાં આચાર સંયમ શુદ્ધિ તો પળાય જ, સાથે સાથે દેશાચાર-ભાષા રીત-રિવાજનું જ્ઞાન થાય. એક જ જગ્યાએ રહે તો... આ લાભથી વંચિત રહેવાય. વિહાર એ તો દ્રવ્ય અને ભાવ બન્ને રીતે ઉપકારક છે.
દ્રવ્ય વિહારમાં ઉદ્યત સાધુઓએ શું વિચારવું ? તે અંગે વિહાર સમયે શુકનાદિ જોવાનું ઓધનિર્યુક્તિમાં બતાવ્યું છે. તેના આધારે સમુદાયમાં વિહાર કરનાર રત્નત્રયીની આરાધના કરી શકે. ભક્તિનો લાભ મળે, મોહજન્ય દોષો દબાઇ રહે, તેવી તિથીને અનુસારે સારા નક્ષત્રમાં અથવા આચાર્ય મહારાજને અનુકૂળ હોય તે દિવસે ગીતાર્થ સૌ પ્રથમ સ્થાપનાચાર્ય લઇને નિકળે. તેઓ શુકન શાસ્ત્રના જ્ઞાતા હોય છે. શુકનની પરીક્ષા કરે પછી બધા સાધુને કહેવરાવે અને બધા નિકળે.
વાચના-૫૪
Jain Education International
For Private & Personal Use Only
: ૧૧
www.jainelibrary.org