________________
ગોચરી-દેરાસર વિગેરે જવાનું હોય, સૂઇ જવું હોય, કાઉસ્સગ્ગ વિગેરે કરવાની શરૂઆતમાં પુછવું તે આપૃચ્છા. તથા તૈયારી કર્યા પછી પુછવું તે પ્રતિકૃચ્છા. અનાદિના સંસ્કાર ને વશ થઇ પોતાની મેળે કાર્ય ન થઇ જાય તે માટે માથે ગુરુને પૂછવું જ. સ્વછંદવાદને અટકાવવા આજ્ઞાનું બંધારણ જરુરી છે. આપૃચ્છા, પ્રતિકૃચ્છા નિસીહિ વગેરે નિર્ગમન સામાચારી છે.
૯) “ઠાણે’’-સ્થાન સામાચારી : વરસાદને કારણે છકાયની વિરાધનાનો સંભવ ન હોય ત્યાં ઉભા રહે. કોઇ સાધુ સાથે મહત્વની વાત હોય તો એક બાજુ ઉભા રહે ત્યાં વાત કરે. (જ્યાં લીલોતરી, લીલફુગ ત્રસાદિ ન હોય ત્યાં).
૧૦) ''નિસીયળે તુમદે’’ નિષદ્યા સામાચારી : આસન પાથરીને બેસવાની, સંથારો કરવાની જયણા રાખવી આસન પાથરતાં પૂંજીને પ્રમાર્જના કરવી તે નિષદ્યા સામાચારી અને તુલ્ફે એટલે સંથારો કરતા પ્રમાર્જના કરવી.
ત્યાવર્તનૢ : સૂતાં જયણાથી સૂવું.
ત્વમ્ = ચામડી, વર્તન = આરામ આપવો.
આ દશ સામાચા૨ીનું જે રીતે પાલન કરવાનું છે તેમાં સ્વછંદ-ભાવે ઓછું વધતું કરે, ઉતાવળ કરે તો દોષ છે.
સ્વ = પોતાની, સ્કંદ = ઇચ્છા, પોતાની ઇચ્છા ક્યાંય આગળ ન કરાય 'गुरुवयणबलात्'.
હા; ગીતાર્થ ગુરુની આજ્ઞાથી કરે તે અપવાદ છે. ગુરુ આજ્ઞાથી કરે તો સવસન્ન નહીં; કેમકે ગુર્વાજ્ઞાથી કરે તેમાં વીર્યોલ્લાસની ખામી ન કહેવાય; સ્વયં કરે તો વીર્યોલ્લાસની ખામી કહેવાય.
આમ ગુર્વાજ્ઞાથી તેમના વચન મુજબ કરે તો ગુરુ વચનના બલથી અવસન્ન ન
કહેવાય.
આમ દેશ કે સર્વ અવસન્ન હોવા છતાં વિશુદ્ધ ચરણ-કરણની ઉપબૃહણા કે પ્રરૂપણા કરે તો કર્મ ખપાવે છે. અને તે સુલભબોધિ બને છે. આ સૂત્ર-વાચનાનું સામાન્ય ફળ બતાવી હવે વિશેષ ફળ અત્રે જણાવશે...
વાચના-૫૫
Jain Education International
For Private & Personal Use Only
૧૬૪
www.jainelibrary.org