Book Title: Yatidincharya Vachna 2
Author(s): Abhaysagar
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 192
________________ રહ્યો તેમ સમજવું...! જેમકે : ૭ પગલાં છાયા થાય તો. ૭ + ૭ = ૧૪, ધ્રુવાંક-૨૮૯ ક ૧૪ = ૨૦ (૯ શેષ); ૨૦-૨= ૧૮, - ૨ = ૯ નવ અંક આવ્યો તેની ૯ ઘડી અને ૯ પલ (શેષ) દિવસ ચડ્યો તેમ માનવું. હવે દરેક મહિને કેટલી છાયા થાય તો સાઢપોરસી આવે તે માપ જણાવે છે. પોષ મહિનામાં ૯ પગલાંની દેહની છાયા થાય ત્યારે સાઢપોરસી આવે. અષાઢ મહિના સુધી દર મહિને ૧-૧ પગલું ઘટાડે. તેથી અષાઢ મહિને ૩ પગલાં આવે. સાઢપોરસી પાદ સ્થાપના પોષ માસ-૯ પગલાં, મહામાસમાં ૮ પગલાં, ફાગણમાસમાં-૭ પગલાં, ચૈત્રમાસમાં-૬ પગલાં, વૈશાખ માસમાં-૫ પગલાં, જેઠ માસમાં-૪ પગલાં, અષાઢ માસમાં-૩ પગલાં, શ્રાવણ માસમાં જ પગલાં, ભાદરવા માસમાં. પ પગલાં, આસો માસમાં-૬ પગલાં, કાર્તિક માસમાં-૭ પગલાં, માગશર માસમાં-૮ પગલાં આવે. બીજા પ્રહરનો સમય પૂર્ણ થયા પછી વંMિ વેડું'' સાધુ દહેરાસર જાય. ભવન એટલે પ્રાસાદ = દહેરાસર ચૈત્ય એટલે પ્રતિમા, દેરાસરમાં ચૈત્યવંદન કરે. અહીં ચૈત્ય એટલે પ્રતિમા અર્થ કર્યો છે. ચૈત્ય એટલે દેરાસર અર્થ પણ થાય. કોષમાં નિની તત્ વિવયો: અર્થાત્ જિન (ઘર) દેરાસર તથા જિનબિંબ એમ બે અર્થ ચેત્યના કર્યા છે. સાધુએ ચૈત્યવંદન કરવાનું છે. તે પણ આઠમ-ચોદશે સાધુ સર્વ દેરાસરમાં અને સર્વ પરમાત્માઓને વંદના કરે. પર્વ સિવાયના દિવસે એક દેરાસરે જાય. એક દેરાસરમાં દરેક જિનબિંબને ત્રણ ખમાસમણાં દઇ કાઉસગ્ન કરવો આ જઘન્ય ચૈત્યવંદન છે. આ કરવું વિશિષ્ટ છે. એક દેરાસરમાં દરેક જિનબિંબને (બધા ભગવાનની પાસે) જઘન્ય ચૈત્યવંદન કરવું અને બધા દેરાસર જવું એ બન્ને મહત્વના છે. પણ એક દેરાસરમાં બધા જ ભગવાનને વંદના કરવાની ઉપેક્ષા ન જ કરાય એ પણ કર્તવ્ય છે. • પાંચ પ્રકારના ચૈત્ય-વ્યાખ્યા આગમમાં ચૈત્ય પાંચ પ્રકારે કહ્યાં છે. ૧) ભક્તિ ચૈત્ય ૨) મંગલ ચૈત્ય ૩) નિશ્રાકૃત ચૈત્ય ૪) અનિશ્રાકૃત ચૈત્ય ૫) શાશ્વત ચેત્ય. ૧) ગૃહસ્થ પોતાના ઘરમાં જે ચૈત્ય રાખે તે ભક્તિ ચેત્ય. વાચના-પ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212