Book Title: Yatidincharya Vachna 2
Author(s): Abhaysagar
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 196
________________ સૂત્ર અર્થ પોરસી સાધુએ ક૨વાની જ છે, પછી દેરાસર જાય ત્યારબાદ ગોચરીએ જવાનું. સાધુએ ગોચરી ક્યારે જવાનું ! તે ૬૫મી ગાથામાં જણાવે છે સૂત્રઅર્થ પોરિસી ક૨વી જ પણ ``નૃત્ય વિત્તનિ નો વટ્ટ ાતો !' ' જે ગ્રામાદિમાં લોકોને ભોજનનો જે સમય હોય તે ગોચરી કાળ જાણવો. આથી દેશકાળના રિવાજ પ્રમાણે ગોચરી વહેલાં જવું પડે તો ગોચરી લાવી, ઢાંકીને મૂકી દે, પછી અર્થ પોરસી કરે. જો મોડા ગોચરી જાય તો સ્થાપના દોષ લાગે. આથી ગામ, નગરમાં ભોજનનો સમય હોય તે સમયે જાય. ‘દશવૈકાલિક' સૂત્રમાં કહ્યું છે કે ``ાતેળ નિવમે મિલ્લૂ’’ ગામમાં આહાર સમયે સાધુએ ગોચરી નિકળવાનું અને સજ્ઝાયનો સમય થતાં પાછું ફરવાનું. અકાલને છોડી દઇ સમય યોગ્ય કાર્ય કરવું. કેમકે સમયને જાણ્યા વિના અકાળે જે સાધુ ગોચરી ફરે છે તે ગોચરી વિગેરે ન મળવાથી આત્માને કીલામા કરે છે. અને ગામના લોકોની ગહનિંદા કરે છે. સમયે ભિક્ષા માટે પુરુષાર્થ ફો૨વ્યા પછી પણ શુદ્ધ ગોચરીની જ ગવેષણા કરાય, પછી ન મળે તો નિવેદન કરે અને ગુર્વાજ્ઞા મુજબ લાવે. ગોચરી ન મળે ત્યારે શોક ન કરે પણ ‘આજે મારે તપ થયો' એમ વિચારે. નંદીષેણ મુનિ વૈયાવચ્ચ માટે જરૂરી પાણીની ગવેષણા પણ શુદ્ધ રીતે કરતા હતા. ‘પાણી હશે તો વૈયાવચ્ચના કામમાં આવશે'' એમ માનીને પણ ચૂનાનું પાણી રાખતા ન હતા. રાત્રે પાણી રાખવાથી પણ સંનિધિ દોષ લાગે. જે પરિગ્રહનું બીજું રુપ છે. આજે દવા અને દવાનાં અનુપાનો સૂંઠ-મરી, ખાંડ વિગેરે ઘણા રખાય છે તેમાં વ્રતો કેવી રીતે ટકે ? "एगम्मि गए सव्वे वया भग्गा " સંનિધિ રાખવાથી સર્વથા પરિગ્રહ વિરમણ મહાવ્રત નામનું પાંચમું મહાવ્રત ગયું, ૪થું મહાવ્રત પણ ગયું. ``સવા રુંવા રસ્તા સા’’ રસની પ્રવિચરણાથી ૪થું મહાવ્રત ગયું. દવા વિગેરે વહોરે નહીં માટે ૩જું મહાવ્રત ગયું. સાધુ નથી છતાં સાધુ માની વંદન લઇએ આમ બીજું મહાવ્રત પણ ગયું. વસ્તુને સાચવવામાં થોડી ઘણી વિરાધના થાય આમ પહેલું મહાવ્રત પણ ગયું. સંનિધિ રાખવામાં પાંચે મહાવ્રતો જોખમાય છે ખાસ આ બાબતે વિચારી મૂળ માર્ગે ચાલવા પ્રવૃત્ત બનવું. દવા વિગેરે સંનિધિમાં રાખવા પડે છે. શા માટે ? રોગ થાય છે પણ રોગ થવાનું મૂળ કારણ છે હોજરીનો બગાડ. વાપર્યા પછી ૦।। કલાકે પાણીની તૃષાએ હોજરીનો બગાડ છે. એથી મંદાગ્નિ થાય આંતરડા નબળા પડે. હોજરીનો એન્ડીયેએસ ૨સ ખૂટે છે. એથી જ પાણીની વારેવારે જરૂર પડે છે. સામાન્યતઃ ૩ કલાકે જ પાણી વાચના-૫૭ Jain Education International For Private & Personal Use Only १७१ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212