Book Title: Yatidincharya Vachna 2
Author(s): Abhaysagar
Publisher: Agamoddharak Pratishthan
View full book text
________________
છે. આરાધનામાં મોહના ક્ષયોપશમનું લક્ષ નથી તે મંદ; જે તીર્થોલ્લાસ ને ફોરવી શકતો નથી. બીજો અર્થ-વિચારથી ઢીલો ક્રિયાની ઢીલાસ કદાચ સંઘયણના કારણે ઓછું પણ થાય તે હજી માર્ગમાં ટકી શકે પણ ઉલ્લાસ જ પડી ભાંગે તે ન ચાલે.
અવસત્ર બે પ્રકારે ૧) સર્વથી અવસન્ન ૨) દેશથી અવસન્ન સર્વથી અવસગ્ન એટલે દરેક રીતે ચારિત્રની ક્રિયામાં ઢીલાસ.
દેશથી અવસગ્ન એટલે ઉત્તર ગુણમાં ખામી હોય. ચોમાસા સિવાય પાટ પાટલાનો ઉપયોગ કરવો તે દેશ અવસન્ન કહેવાય. સાધુ જીવનમાં જીવોત્પત્તિથી બચવા માટે પાટનો ઉપયોગ છે, શોખ માટે નહીં. ચોમાસામાં જીવોત્પત્તિ વિશેષ હોય તેથી પૂંજ્યા છતાં ક્યાંય વિરાધના થાય તો ? તે વિરાધનાથી બચવા માટે પાટ છે તે આવશ્યક છે. ચોમાસામાં પાતરાં પણ પાટલા પર રખાય પરંતુ નીચે નહીં. બાકી શેષકાળમાં પાતરા વિગેરે ગરમ કાંમળ પર રાખે.
ચોમાસામાં પાટ-પાટલા વિહિત છે. ચોમાસામાં પાટ વિગેરે વાપરવાની આજ્ઞા છે. તે સિવાય રાખે તો દેશ અવસ.
વિયા મોર્ડ સ્થાપના પિંડ વાપરે તો પણ દેશ અવસન્ન છે. સ્થાપના પિંડમાં આપણા માટે જ નથી બનાવ્યું તે છતાં ઉઘાડું રાખે પછી વાસણ ધૂવે વિગેરે દોષો લાગે.
*સર્વ અવસગ્નમાં ૧૦ પ્રકારની સામાચારીનો ભંગ કરે. સામાચારી એટલે ?
સામાચારી એટલે સમ્યમ્ આચારનું પાલન એવો અર્થ “ઠાણાંગમાં છે અને આગમોક્ત દિવસ-રાત્રિની ક્રિયા વિશેષ તે સામાચારી એમ “ગચ્છાચાર પન્ના'માં કહ્યું છે.
પાક્ષિક અતિચારમાં આવે છે કે...“ઇચ્છા-મિચ્છાદિક દસવિધ ચક્રવાલ સામાચારી સાચવી નહીં.” અહીં “ઈચ્છા-મિચ્છાદિક'' સામાચારી અલગ છે. “દશવિધ” ત્યાં અટકવું. અને “ચક્રવાલ સામાચારી'' તે જુદું પાડી બોલવું. બન્ને સામાચારી અલગ છે.
ગ્રંથાંતરોમાં વ્યુત્ક્રમથી પણ દેશ-સર્વ અવસગ્નની વાત મળે છે. અહીં પ્રસ્તુત ગ્રંથના આધારે વાત જણાવી છે.-સંપાદક
વાચના-૫૫
૧પ૭ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212