Book Title: Yatidincharya Vachna 2
Author(s): Abhaysagar
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 185
________________ વિશેષ કરે. કેમકે તે સ્વાધીન છે. પૃચ્છના અનુપૃચ્છનારૂપ સ્વાધ્યાય તો ગુરુ મહારાજ નવરા હોય ત્યારે જ કરે. તે સિવાય પરાવર્તનારૂપ સ્વાધ્યાય વિશેષ કરે. તે પછી પડિલેહણ પછી ગોખવા રૂપ વાચના સ્વાધ્યાય કરે. તે પણ અસ્વાધ્યાયકાળ સમયે ન કરે. સવારે સૂર્યોદય થતાં કાળ સમય પૂરો થાય અને સ્વાધ્યાયનો પ્રારંભ કરે. સામાચારીનો આગ્રહ એ જ ખરેખર મોહના સંસ્કાર ઘટાડનાર છે. ન વાપરનાર સવારે કથા યા સ્તવનાદિ કરે તે બરાબર નથી. નવી ગાથા કે સ્વાધ્યાય જ કરવો જોઇએ. “મહાનિશીથી માં કુશીલના ભેદો બતાવ્યા છે. તેમાં છે કે સવારે પ્રથમ પ્રહરે સ્વાધ્યાય ન કરે. અને જે પ્રાયશ્ચિત્ત આવે તે કરતાં વાતો, ચારિત્રગ્રંથનું વાંચન યા અન્ય કથા વાંચો તો વધુ પ્રાયશ્ચિત્ત આવે. પૂર્વકાળમાં સાધુ ભગવંતો શિયાળામાં ૧૦૦૦ ઉનાળામાં ૫૦૦, ચોમાસામાં ૮૦૦ ગાથાનો સ્વાધ્યાય કરતા હતા. આજે એક માત્ર ૧૭ ગાથા જ ગણાય છે. “કરવા લાયક નથી જણાતુ” માટે જ ઉપેક્ષા થઇ રહી છે. પ્રાચીન કાળમાં સાધુ ભગવંતોની પદ્ધતિ કેટલી વિશિષ્ટ હતી ? શરીર ટકાવવા નોમીનલ આહારની ગવેષણા કરતા અને પંચવિધ સ્વાધ્યાય તથા ધ્યાનમાં શેષ દિવસ પૂર્ણ કરતા હતા. આપણા જીવનમાં દોરવણી, સ્વભાવ તથા ખ્યાલના માર્ગદર્શનસજવૃત્તિ અને સમજણ) અભાવથી આ સામાચારીનું પાલન ઘટી ગયું છે. એકાસણું કરનાર આમ સૂત્ર પોરસી કરી શકે છે. સવારમાં મહેમાન આવે “વાત ન જ કરવી' એવી ભાવના છે ? ના, આજે ઘણા સાધુ-સાધ્વી પુસ્તકમાં જોઇ ઋષિમંડલ ગણે છે. પણ ઋષિમંડલ માંત્રિક છે એ ગુરુગમથી લીધા વિના કાંઇ લાભ જ ન કરે. એના કરતાં નવસ્મરણ પન્નાદિ ગણે. સૂત્ર પોરસીમાં નવી ગાથા કરવી. આચારાંગ, ઉત્તરાધ્યયન વિગેરેની એક ગાથા કરવાથી નવી ૧૦૦ ગાથા કર્યાનો લાભ મળે. પરંતુ જાગૃતિ હોય તો સામાચારીનું પાલન થાય. (૩) પડિલેહણા સામાચારી : તે તે સમયે વસ્ત્ર-પાત્રનું પડિલેહણ કરે તે પડિલેહણા સામાચારી સવારે પ્રતિક્રમણ પછી પડિલેહણ ક્રિયા અનંતર ક્રિયા છે. પાત્ર વિગેરે તો છ ઘડી દિવસ ઉગે ત્યારે જ પલેવાય, તે સિવાય માત્ર ઠલ્લાની તપણી પલેવાય, જોગમાં “બહુ પડિપુન્ના પોરિસી' પછી નું જ પડિલેહણ ખપે. તે સિવાયનું (પહેલાનું) પડિલેહણ ન જ ખપે. તે જ રીતે પ્રાચીન કાળનું સંયમ હતું. આજે સંયમ કેટલું શિથિલ છે તે વિચારવું. વાચના-પ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212