Book Title: Yatidincharya Vachna 2
Author(s): Abhaysagar
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 183
________________ દશવિધ શબ્દ ડહેલી દિપક ન્યાયથી બન્ને બાજુ લગાડવો અર્થાત્ ઈચ્છામિચ્છાદિક ૧૦ પ્રકારની અને ચક્રવાલ ૧૦ પ્રકારની સામાચારી છે. બન્ને જુદી છે. છ-મચ્છીતાર’’ ઇચ્છાકારાદિ સામાચારી તો કોક સમયે જ પાલવાની, જ્યારે રોજ કરવાની સામાચારી ચક્રવાલ સામાચારી છે. વઢવ પ્રતિપટું વર્તતે મૂત્તે સો ત=વદ્રવી એમ ‘પ્રવચન સારોદ્ધાર'માં જણાવ્યું છે. સવારે ઉઠે, સ્વાધ્યાય, પ્રતિક્રમણ, પડિલેહણ, સઝાય, સૂત્ર પોરસી, અર્થ પોરિસી, ગોચરી વિગેરે ક્રમસર કરવું તે ચક્રવાલ સમાચારી. આજ્ઞા પ્રમાણે સમાચારી કરવાની છે. મન ફાવે તેમ કરવાનું નથી. ગમે ત્યારે મનજીભાઇના કહેવાથી ઉપાશ્રયની બહાર ન જવાય. તેમાંય કામળીના કાળમાં તો ખૂબ જ સાવધાન રહેવાનું છે, તમસ્કાયના જીવોની કેટલી વિરાધના થાય ? ચંડિલ, માત્ર અને ગુજ્ઞા આ ૩ કારણે જ કામળી કાળે વસતી ઉપાશ્રયની બહાર જવાય બાકી ન જવાય. આજે તો સવાર પડે ને દેહરાસર ગોચરી-પાણીની ઘમાલ શરૂ થાય. એકાસણાનો મૂળમાર્ગ ચૂક્યા. તેની આ રામાયણ છે. શક્તિ હોય તો એકાસણાનો માર્ગ ટકાવી રાખવો તેમાં ઘણી મર્યાદાઓ સચવાઇ જાય છે. નવકારશીતો શ્રીયક જેવાને અપવાદ જ કરાય. રોજ નવકારશી કરવાથી બાળ, નૂતન સાધુને સાચી પદ્ધતિની શી ખબર પડે ? આ બાલ, શૈશ્ય સાધુઓને સંસ્કાર આપવાની જવાબદારી વડીલોની છે. અપવાદે થતી નવકારશી પણ શાસ્ત્રમાં કેવી બતાવી છે ? આજની જેમ પાત્રો ભરવાની વાત કોઇ જગ્યાએ નથી. નવકારશીમાં ત્રિલંબનક આહાર લેવાનો હોય છે. લંબનક એટલે કોળિયો. ત્રણ કોળિયા જ આહાર નવકારશીમાં હોય બપોર સુધી ટકી જવાય તેટલો ટેકો આપે જ્યારે આજની પરિસ્થિતિના કારણે શક્તિશાળી નવા સાધુઓને મૂળમાર્ગની જાણકારી પણ નથી મળતી આથી આરાધનાનો ઉત્સાહ શક્તિ હોવા છતાં આરાધનાથી વંચિત રહે છે. ' 'વેવ પ્રતિપટું મમતિ'' જે દિનચર્યા ચક્રની જેમ ચાલે તે ચક્રવાલ સામાચારી સાધુને આ ક્રિયા જ ક્રમસર કરવાની છે તેમાં જ્યારે નવરો થાય ત્યારે પંચવિધ સ્વાધ્યાય કરે. બાહ્ય વ્યવહારની વળગાડ સાધુને હોય જ નહિ. સતત સામાચારીના પાલનમાં તન્મય રહેવાનું છે. આજે લખાતી ટપાલો, મહોત્સવો, વાસક્ષેપ વિગેરે બાહ્ય છે, હા, વાચના-પ૫ Rા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212