________________
quad-y3
રૂચ તે ય પેડો...Il.
પરમાત્માના શાસનને શોભાવનાર પૂ.આ. શ્રી ભાવદેવસૂરિ મ. એ બનાવેલ યતિદિન ચર્યા' ગ્રંથમાં સાધુ-સામાચારી-દૈનિક ચર્યા જણાવી છે. સવારે રાઈ પ્રતિક્રમણથી પોરિસી પડીલેહણ સુધીનો અધિકાર વિચારી ગયા.
આમ-પોરસી આવે એટલે વિધિપૂર્વક પાતરાનું પડિલેહણ કરે. પછી બીજી પોરિસીમાં એટલે અર્થ પોરસીમાં વિધિપૂર્વક આગમ વાચના લે. આગમ વાચના અનુયોગ પૂર્વક લેવાની. અનુયોગની ક્રિયાથી મોહનીયના આવરણ ન નડે.
અનુયોગ એટલે શું ?
અનુ = પાછળ, યોગ = જોડવું. આ પદ્ધતિથી પરમાત્માની વાણી સડસડાટ હૈયામાં ઉતરી જાય.
પ્રભુના સૂત્રોની વ્યાખ્યા પ્રભુના વચન સાથે જોડી દે તે અનુયોગ. આચારાંગની વ્યાખ્યા કરતાં ભગવતિ વિગેરેની સાક્ષી આપી શકાય. પણ આચારાંગના વ્યાખ્યાનમાંમોં માથાને મેળ જ ન મળે તેવી બહારની વાતો કર્યા કરે તે ન ચાલે. અહીં અનુયોગ મુદ્રામાં વ્યાખ્યાન અપાય.
અનુયોગ મુદ્રામાં કેમ ?
તર્જની આંગલી અને અંગુઠાનો સ્પર્શ થાય અને બાકીની ત્રણ આંગળીઓ સીધી ઉભી રહે તે અનુયોગ મુદ્રા છે. આમાં આત્માને મર્યાદાની રેખામાં જોડી દે. અને રત્નત્રયીની આરાધના કરે એ આ મુદ્રાનો હેતુ છે.
-
ઈ
.
વાચના-પ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org