________________
પિત્તના કારણે એકલો સૂકો મળ થાય પછી કીડની કામ ક્યાંથી કરે ? માટે તેના શોધન માટે પાણી વધારે પીવું. પાણી વાપરવાથી નકામું પિત્ત નિકળી જાય, માત્રુ વધુ થાય. B.P ન થાય.
કફની પ્રકૃત્તિવાળાએ પાણી માપસર લેવું. વધુ પડતું પાણી કફને જામ કરે. થોડું પાણી લિકવીડ થઇ પાચનમાં મદદરુપ બને.
જૂ, માંકડ આ બધા પાચનતંત્રની ખામીના કારણે (વિકૃત) પરસેવાથી થાય છે. જ્ઞાનીઓ કાંઇ વ્યવહારિક જ્ઞાનથી શૂન્ય નહોતા, નાહ્યા વિના મેલ થશે, જૂ થશે એ ખબર ન હોતી ? પણ સાધુની ચર્ચા-આજ્ઞા મુજબ હોય આથી જૂ થાય જ નહીં.
ગીતાર્થ એકને પ્રવાહી લેવા કહે, એક ને ના પાડે.
પૂર્વે ગીતાર્થ જે જે વ્યક્તિની જે સ્થિતિ હોય તે રીતે ગોચરી આપતા. અને માપથી ઉપર ન આપતા. આજે તો સારી ચીજ હોય તો ચંદ્રિકાનું પ્રમાણ વધી જાય. આજે ગોચરી પૂછીને અપાય છે. પણ એ બરોબર નથી. માત્ર ‘જુમ્મા’ ખોરાક જ પૂછાય. વળી માંડલીમાં “મને આ શાક અનુકૂળ છે, આ અનુકૂળ નથી.’’ એવું ન બોલાય.
સાધુ ભગવંતનો એ તો અનાદિકાળના સંસ્કારોને કાબૂમાં લેવાનો સક્રિય પ્રયત્ન છે.
માંડલીમાં ગીતાર્થો ગોચરી યોગ્યતા પ્રમાણે આપે; જેથી પાચનતંત્ર અને અધ્યવસાયો ખોરવાય નહીં. આજ્ઞા-સામાચારી મુજબની ચર્યા હોય તો આપણા જીવનમાં જૂ-માંકડ થાય જ કેમ ? પરસેવાથી જૂ થાય એ વ્યવહારિક કારણ છે, ગૃહસ્થોનું પાચન તંત્ર અવ્યવસ્થિત હોવાથી થાય. સાધુને નહીં.
કુદરતી મકાનના કારણે મચ્છ૨ વગેરે થાય તો સહન કરવું પરિષ છે. પ્રશ્ન : મચ્છર હોય તો મચ્છરદાની વપરાય ?
"न य केण उवाएणं गिहिजोगं समायरे "
મચ્છરદાનીથી મોહનીયના સંસ્કાર બેઠા થાય. માટે મચ્છરદાની ન વપરાય કપડો ઓઢીને સૂઇ જવું, આથી મચ્છરો ન મરે. બાકી મચ્છરદાની વાપરવાથી ગૃહસ્થ જીવન યાદ આવે ગ્લાન માટે કદાચ વાપરે તો પણ (ઓછું) પ્રાયશ્ચિત્ત છે.
ન
ગ્લાનનું પણ ચારિત્ર મોહનીય-વાસના પોષાય નહીં એવી કાળજી પૂર્વક
વાયના ૪૭
Jain Education International
For Private & Personal Use Only
૧૦૯
www.jainelibrary.org