________________
આત્મા જ્ઞાન ભણે નહીં અને તપ તરફ ઝુકાવ કરે તો એને જ્ઞાન માટે જ ભાર દેવાય. આ વ્યક્તિ વિશેષ વાત છે. તપની શક્તિ હોય અને પપ્પી આદિનો ઉપવાસ ન કરે; અને તે ઉપવાસ માળા ગણીને વાળે તો એને ઉપવાસ ન વળે. ઉલ્યું તેને પ્રાયશ્ચિત આવે. સંથારે પડ્યા હોય, તપ ન કરી શકે તો ૨૦ માળા આલોચના તરીકે ગણાય.
બાલની ઉપાધિ ઉપાડે તો ૧૭ ગાથા વળે, ગ્લાનની સેવાથી ર૫ ગાથા વળે, ૧ ઘડો પાણી લાવવાથી ૩ (ત્રણ) ગાથા વળે, ૧ કુંડી પરઠવવાથી ર ગાથા વળે આમ ગાથા બેંકની પ્રવૃત્તિ-તેરાપંથી માં છે. પછી ગુસ્સો કરે, અશુદ્ધ ગોચરી લાવે, ગૃહસ્થનો પરિચય કરે તો અમુક ગાથાનો દંડ થાય. આવી પ્રવૃત્તિ એ પંથમાં છે. જ્ઞાન આત્માને સ્વ-પર કલ્યાણકારી છે. આપણે ત્યાં “એક આસને મૌનપણે બેસીને તત્વાર્થનો સંપૂર્ણ સ્વાધ્યાય કરે તો ઉપવાસનો લાભ મલે” એવું વિધાન મળે છે.
એકાસણું શત્રુનું ઘર'. “આયંબિલ એ મિત્રનું ઘર છે”.
ઉપવાસ એ પોતાનું ઘરનું ઘર છે'. એમ એક પુણ્યાત્માએ પોતાની ચિંતન ડાયરીમાં નોંધ્યું છે.
જ્ઞાની ભગવંતની આજ્ઞા ગમે તો ત્યાં પગલાં ભર્યા વિના રહેવાય જ નહીં. તે વિના ગુર્વાજ્ઞાથી કદાચ બધું કરે પણ મનમાં તો આર્તધ્યાન થાય. હા આર્તધ્યાનથી બચવું એ સાધકનું લક્ષણ છે. પણ
જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી દ્રવ્ય આર્તધ્યાન થાય. મોહનીયના ઉદયથી ભાવ આર્તધ્યાન થાય.
મન નબળું હોય, ટ્રેઇન થયેલું ન હોય અને વધુ કાંઇ કામ-તપ કરવું પડે તો એને નડે. મનને ઊંટની ઉપમા આપી છે. એ ગમે ત્યારે બેસે તોય પહેલાં તો ગાંગરે જ પછી ચૂપ થાય. આમ મન ઊંટ જેવું છે. મન એ મોહનીયનો એજન્ટ છે. એ મોહનીય મનને શિખવાડે કે ધર્મનું કાર્ય કરવું પડે તો તારે કરવું પણ તેમાં તારે ગરબડ કરવી એથી આરાધના થશે પણ આરાધનાનો પ્રાણ “આજ્ઞા પાલન' છોડાવી દેશે. આ મોહનીયની ચાલ છે.
શ્રીયકને શરીર છૂટયું તો તેને તે સમયે આર્તધ્યાન ન થયું હોય ? ના, આર્તધ્યાન નહીં કેમકે તેનું શરીર છૂટ્યું, પણ તેની પાછળ મોહનીયનો ઉદય ન હતો.
વાચના-૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org