________________
સંસ્કૃતિમાં રોઢો (સવારનો નાસ્તો) ક્યારેક હતો. બાકી ૧૦ વાગે રોટલા ખાતા પાષ્યિમાત્યો એ ચા-બ્રેડ-બિસ્કીટ વિગેરે પેસાડ્યું. આથી સવારના પહોરમાંજ ભર પેટ નાસ્તો, ફરસાણ જોઇએ. આથી ગૃહસ્થપણામાં જ હોજરીની વિધિ સમજ્યા નહીં. અને અહીં પણ આ જ દશા છે. ઘરે તો ચા-ખાખરો જ મળતા, પણ અહીં તો દરેક દેશની વેરાયટીઝ જોવા મળે છે; આથી વાસના ભટક્યા વિના ન રહે. ખાધેલું પચે તો જ શરીર ઉપયોગી બને બાકી, ગમેતેમ પેટમાં પધરાવવાથી તબિયત બગડે જ. લેટર બોકસમાં જે તે નાંખવાથી લાભ ન થાય. મારવાડ-મેવાડમાં હજુય આ મૂળ સંસ્કાર છે; સવારે સામાન્ય દૂધ લઇલે. પછી ૧૦-૧૧ વાગે જમી લે.
સાધુ ભગવંત પોરિસી, ચઉભા અને છઠ્ઠ કરે અને એ દ્વારા આત્મા શાસનની વિશિષ્ટ આરાધના કરે.
શાસનની વિશિષ્ટ આરાધના એટલે મોહનીયનો ક્ષયોપશમની આરાધના એમાં જે નિર્જરા થાય તે નિર્જરા નારકો સત-સહસ્ત્ર-લક્ષ વર્ષે પણ ન કરી શકે.
કેમકે સમ્યષ્ટિને થોડુ આર્તધ્યાન થાય જ, સર્વથા નિર્જરા નહી જ. જ્યારે સાધુને એમાં જિનાજ્ઞા ભળે. આથી સાધુ ભગવંતને તપથી એકાંતે નિર્જરા જ થાય.
સાધુ પોરસીથી નવકારશીથી પણ ૧૦૦ વર્ષાયુની અશાતા કાપે, કારણ ? ગવેષણાની વૃત્તિ છે. જિનાજ્ઞાની પાલના છે.
"तं तवो कायव्वो, जं जिवो मंगुलं न चित्तेइ |UT ન ફેંદ્રિય દાળ, નેપ નો ન હાર્યાન્તિ’...//રરૂ II.
ઇન્દિયથી સંયમનું બળ કેળવવું છે, માટે જેનાથી યોગો હીન ન થાય, એ રીતે તપ કરવો. મન એટલે ચિત્ત, ચિત્ત એટલે આત્માના અધ્યવસાય, તે અધ્યવસાય બગડવા ન જોઇએ. એ ચિત્તનો અર્થ છે. જેને તપ નથી કરવો તે આ ગાથાનો દુરુપયોગ કરે છે. શક્તિ હોવા છતાં જ્ઞાનાભ્યાસ તરફ વલણ ન હોય અને એનાથી કોઇ જીવ આરાધનાથી વંચિત રહે તો એને જ્ઞાનપર ભાર મૂકવો. જ્ઞાનીઓએ યોગ્ય જીવને આધારે મર્યાદા બતાવી છે. “થાળી ધોઇને પાણી પીવાથી આયંબિલનો લાભ મળે છે.” આ વાત બાળ જીવોને માટે છે. એને ભગવાનના શાસનમાં પ્રવેશ કરાવવો છે, માટે : બાકી આયંબિલ એ આયંબિલ છે. ઉપરના વાક્યથી તપની ગૌણતા ન જ થાય. આયંબિલથી ક્રોડો વર્ષનું નરકનું અશાતા કર્મ ખપે છે. કોઇ વિશિષ્ટ ક્ષયોપશમ વાળો
* અહીં નવકારશી એટલે છુટી પારસી સમજવી. વાચના-૩૮
----
****
**
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org