________________
એકાસણા, આયંબીલમાં ઉણોદરી વિગેરે થઇ શકે પણ ઉપવાસમાં કેવી રીતે થાય ? કષાયો ને ઓછા કરવા તે ઉણોદરી, વિચારોને મર્યાદામાં રાખવા તે વૃત્તિસંક્ષેપ, નિદા-મોજશોખ ન કરેતે રસત્યાગ આમ બધા તપ સાથે રાખે ત્યારે શાસનનો તપ થયો કહેવાય.
| જિનશાસનનો સાબુ ઉચ્ચ ક્વોલિટીનો છે; પણ લગાડતાં નથી આવડતું. માટે જ મેલ નથી જતો. જ્ઞાની ભગવંત જેને જેમ કહે તેમ કરે, તો જ તપ નિર્જરાની ભૂમિકાએ લઇ જાય. સાધુનો તપ ગુપ્ત હોય, દુનિયાને ખબર ન પડે કે સાધુએ તપ કર્યો છે. આજે તો જાણે અહંભાવની વૃદ્ધિ માટે મહોત્સવો થાય છે. તપ કરતી વખતે કર્મ નિર્જરાના બંધારણને સ્પષ્ટ કરવાનું છે. હૈયાને સ્વચ્છ અને ઉજળું કરવાનું. તપસ્વી તપના ઉજમણાનો વિચાર ન કરે. એના સગાં વહાલાં પોતાની મર્યાદામાં કરે એ વાત જુદી; પણ સાધુઓ તેમાં ન ભળે. મન તે તરફ જાય તો દુર્બાન જ છે. તપ કર્યા પછી આ દુર્બાન અને તપ વિના-પચ્ચકખાણ વિના મનને સંતોષવા ભાવ દુર્બાન કેટલું છે તે વિચારવું. 'તું તેવો વેબ્લો'' ગાથા દ્વારા ભાવદેવ સૂરી મ. એ આ જ વાત જણાવી છે. જ્યાં સુધી ઇન્દ્રિય હીન-કે યોગની હાનિ ન થાય, સંયમબળમાં બાધા ઉભી ન થાય ત્યાં સુધી તપ કરવાનો છે. તપની સાથે સંકેતાદિ પચ્ચકખાણનું શું રહસ્ય છે. તે આગળ વિચારશું.
વાચના-૩૮
વાચના-૩૮
-
[૫૯
૫૯ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org