________________
અશુદ્ધિની વાત ગૃહસ્થને છે. સાધુના ખેલ, મળ, મૂત્ર પણ સંયમ પરિણમવાના કારણે અશુચિ હોવા છતાં પણ શુચિ રુપ બને.
આપણામાં ક્યાં સાધુપણું છે ? એમ માની જુદા વસ્ત્રો રાખે તો આપણે સ્નાનાદિમાં પણ પ્રવૃત્ત થઇશું ! અને ઘણા નીચે ઉતરશે. સૂરિમંત્રની સાધના કે અંજન શલાકાદિ કરતી વખતે ઔપચારીક આંશિક બાહ્યશુદ્ધિ કરે તે અપવાદિક છે. કબુતરનું ચરક પણ અમુક ગુણધર્મોની દ્રષ્ટિએ શુચીમાં ગણાય છે. અહીં તો સંયમના પરિણામ છે. સંયમીના મળાદિ બધું શુચી રૂપ જ ગણાય.
'મુપત્તિ રચંદર’’ ગાથા દ્વારા બે દીવસ પડિલેહણ વિધિનો અધિકાર વિચાર્યો જે ઉપકરણ વિગેરેનું પડિલેહણ કરવાનું છે, તે ઉપકરણોનું પ્રમાણ-માપ વિગેરે કેટલું હોય તે આગળની ગાથામાં જણાવશે.
વાચનJ-૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org