________________
મુહપત્તિ શા માટે ?
સંપાતિક જીવોની વિરાધનાથી બચવા, રજ થી બચવા પુસ્તક પર રજ હોય તો તેનું પડિલેહણ કરવા મુહપત્તિ છે. મુહપત્તિ ના ઉપરના ભાગથી પુસ્તક પ્રમાર્જવામાં બહુદોષનો સંભવ નથી માટે મુહપત્તિથી પ્રમાર્જીને લેવું મૂકવું.
પૂર્વે કાજ લેતાં નાસિકા-મુખ મુહપત્તિથી બાંધતા હતા. પછી વસતીની પ્રમાર્જના કરતા હતા.
આ બે ઉપકરણ-રજોહરણ તથા મુહપત્તિ જીવરક્ષા માટે છે. તથા તે બંને સાધુનું લિંગ (ચિન્હ) પણ છે. જિનકલ્પીને પણ આ બે ઉપકરણ જોઇએ જ.
પ્રાચીન કાળમાં કંબલના છંછા દશી તરીકે વાપરતા હતા. ઓઘા પર બે નિધિયાં હોય, તેમાં એક સુતરાઉ નિષેધિયું જે એકેન્દ્રિયના અવયવોમાંથી બનાવેલ હોય તથા, બીજું આસન તરીકે કામ આવે તેવું હોય જે કંબલમય=ગરમ; તે પંચેન્દ્રિયના અવયવોમાંથી બનાવેલું હોય.
આગમમાં વસ્ત્ર ત્રણ જાતના કહ્યા છે. ૧) એકેન્દ્રિયમાંથી બનાવેલ વસ્ત્ર કપાસાદિ. ૨) વિકલેન્દ્રિયના બનાવેલ વસ્ત્ર-રેશમી. ૩) પંચેન્દ્રિયના ઉનમાંથી બનાવેલ વસ્ત્ર-ગરમ, કાંમળાદિ.
સાધુએ મુખ્યત્વે એકેન્દ્રીય-પંચેન્દ્રિય નિષ્પન્ન સુતરાઉ-ગરમ કપડાં નિર્મોહ ભાવે વાપરવાના, આચાર્ય ભગવંત અંજન શલાકા આદિ વિશિષ્ટ કાર્ય પ્રસંગે અપવાદ રેશમી વસ્ત્ર વાપરે.
રજોહરણ-મુહપત્તિનું પ્રમાણ બતાવી હવે બીજા ઉપકરણ કપડા આદિનું પ્રમાણ આગળ બતાવશે.
વાચકો માટે નોંધ યતિદિનચર્યા' ગાથાન. ૨૯ થી ૩૭ ગાથાની વાચના (શ્રા.સુ. ૧ર થી શ્રા.વ. ૩ સુધીની) ગમે તે કારણસર નોંધાઇ શકી નથી તેથી અત્રે મૂકી શક્યા નથી. વાચક વર્ગ ક્ષમ્ય ગણશે.
-સંપાદક
-
-
*
*
****
વાચના-૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org