Book Title: Yatidincharya Vachna 2
Author(s): Abhaysagar
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 130
________________ સંયમને દૃઢ પણે ટકાવે અને પરિણામે દોષિત ગોચરીના વિચારોને અટકાવે. એ રીતે ક્ષુધા પરિષહ સહ્યો / જીત્યો કહેવાય. (૨) તૃષા પરિષહ : કાચું, અર્ધ ઉકાળેલું પાણી ન લેતાં, શાસનની મર્યાદા જાળવી રાખે તે તૃષા પરિષહ સહ્યો કહેવાય. મોહનીયનો ક્ષયોપશમ કેટલો થયો છે ? એની ઉદીરણાથી ખબર પડે. ગોચરી આવે પછી ૫/૧૦/૧૫/૨૦ મિનિટ ખમે. આથી અચાનક સહન કરવાનો સંયોગ આવે તો દુ :ખ ન થાય. સ્વેચ્છાપૂર્વક સહન કરવાથી આત્માની શક્તિ વધે છે. સમયે-સમયે વા૫૨વા બેસી જાય તો શક્તિની શું ખબર પડે ? ઠંડુ પાણી હોય તોય ગરમ પાણી પીવું. આથી વિહારમાં પરાત ન મળે તો આર્તધ્યાન ન થાય. ગામના માણસો પર રાગદ્વેષ, સંકલેશ ન થાય અનુકૂળ સંજોગોમાં જાણી જોઇને આવો અભ્યાસ કરે તો મન કાબૂમાં રહે. પરિષહોનો અભ્યાસ પાડે તો આર્તધ્યાન ન થાય. ચોમાસામાં સ્થંડિલ જવામાં પાણી, લીલફુગ, વનસ્પતિની વિરાધના ઓછી થાય તે માટે તપ છે. પણ ક્ષુધા વેદનીય સહન ક્યારે થાય ? પોતાના મનને ટ્રેનીંગ આપી હોય તો આજ્ઞા પાલન (તપ) થાય. વિહારમાં મોડું થાય, હાયવોય થાય, પણ પૂર્વે ટ્રેનિંગ હોય તો આ ન થાય. માટે જાણી જોઇને ૧૨ વાગ્યે તડકામાં નીકળવું. આથી ટેવ પડે. ધીરે ધીરે સહન શક્તિની કેળવળી કરવી. ગોચરી, પાણી માટે આજ્ઞાનું પાલન કદાચ ખાનદાનીથી કરે, પણ મનમાં (તડકાથી) કચવાટ થાય. તડકે મોકલવા બદલ ગુરુ મહારાજ પ્રત્યે દુર્ભાવ થાય તો નિવેદન કરવું. ગાંઠ રાખવાથી અનુબંધ ચાલે. પણ, નમ્રતાથી કહે “સાહેબ ! મને આવો વિચાર આવ્યો છે. મને તાપ અનુકૂળ નથી આવતો.’’ તો ગુરુ મહારાજ યોગ્ય કરે. ટ્રેનિંગ ન હોય તો અચાનક પરિષહો આવતાં આર્તધ્યાન થાય. માટે `ને ગે તો...’ ઠંડો પવન આવે ત્યાં ન બેસે. આથી કોઇ ઉપાશ્રય એવો હોય તો આર્તધ્યાન ન થાય. ભિખારીને ખાવાતું કે પીવાનું ન મલે. એથી તે પરિષહ નથી. બલ્કિ યાતના છે. કેમકે...તેને સમજણનો અભાવ છે. કર્મક્ષયનું લક્ષ્ય નથી. વાચના-૪૭ Jain Education International For Private & Personal Use Only ૧૦૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212