________________
કુટેવો, ગારવો, વિરાધના વિગેરેથી ઊભી થાય છે. માટે પાપની શક્યતાને દૂર કરી અને એ શક્યતાને નબળી પાડવા સુદેવાદિ રક્ષા, આરાધના, આદરું વિગેરે છે.
આમ, પાપોની શક્યતાને પલટાવનારું પરિહરું છે. પાપોની શક્યતાને નબળી કરનાર “આદરું છે.
આત્મ વિશુદ્ધિ માટેની માસ્ટર કી-મુખ્ય ચાવીઓ બોલમાં ગોઠવાયેલી છે. એ સમજાય તો બોલ બોલવામાં ઉત્સાહ આવે, પ્રમાદ ન આવે.
વસ્ત્રના ૨૫ બોલ, ઓઘાના ૨૫ બોલ, પાટાના ૨૫ બોલ, પાતરાના ૨૫ બોલ, પાટના ૨૫ બોલ, દાંડાના ૧૦ બોલ, સ્થાપનાજીના ૧૩ બોલ બોલવાના.
વસ્ત્ર બે પ્રકારના (૧) સુતરાઉ અને ૨) ગરમ. કામળી પૂજનીય છે. માટે પહેલાં તેનું પડિલેહણ ૨૫ બોલથી કરવું.
પ્રશ્ન : દાંડાના પડિલેહણમાં ૧૦ બોલ કેવી રીતે બોલવા ?
ઉત્તર : દાંડાના મધ્ય ભાગે ઘાથી પ્રાર્થના કરી દાંડાને હાથમાં લઈ-ડાબા પગના અંગૂઠા પર દાંડો મૂકી. માત્ર દ્રષ્ટિ પડિલેહણ કરતાં પહેલો બોલ બોલે. “સૂત્રઅર્થ-તત્ત્વ કરી સદરહું ?' આ બોલ માત્ર દૃષ્ટિ પડિલેહણ કરતાં બોલવું. પછી સમ્યકત્વ મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય' એ ત્રણ બોલ દાંડા ના મધ્યભાગમાં વચમાં બોલે. પછી ઉપરના ભાગમાં “કામ રાગાદિ ત્રણ બોલ “કામરાગ, સ્નેહરાગ દ્રષ્ટિરાગ પરિહરું' બોલે પછી નીચેના ભાગમાં સુદેવાદિના ત્રણ બોલ “સુદેવ, સુગુરુ, સુધર્મ આદરું બોલે. પછી દિવાલ (ખૂણો) અને ભૂમિનું પ્રમાર્જના કરી દાંડો મૂકે.
પ્રશ્ન : સ્થાપનાચાર્યનું પડિલેહણ કેવી રીતે કરવું ?
ઉત્તર : સ્થાપનાચાર્યનું ૧૩ બોલથી પડિલેહણ કરવાનું...તેમાં ચારે દાંડી સંયુક્ત હોવાથી ઠવણીના ૨૫ બોલ બોલવા. ભગવાનના ૧૩-૧૩ બોલ બોલવાના. તેમાં સૌ પ્રથમ સ્થાપનાચાર્યનું દ્રષ્ટિ પડિલેહણ કરતાં “શુદ્ધ સ્વરૂપના ધારક ગુરુ” કહેવું. પછી ભગવાનના જમણા પડખે મુહપત્તિથી પડિલેહણ કરતાં ‘જ્ઞાનમય, દર્શનમય ચારિત્રમય” એ ત્રણ બોલ બોલવા. અને ડાબે પડખે મુહપત્તિ પડિલેહણ કરતાં “શુદ્ધ શ્રદ્ધામય, શુદ્ધ પ્રરુપણામય, શુદ્ધ સ્પર્શનામય' એ ત્રણ બોલ બોલવા. ત્રણ વાર બહાર, ત્રણ વાર અંદર એમ પડિલેહણ કરતાં પંચાચાર પાળે, પળાવે, અનુમોદે તથા
વાચના-૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org