________________
ઉપાદેયનો સાર આવી જાય છે. સમગ્ર શાસનનો સાર આ પ0 બોલમાં આવી જાય છે.
મુહપત્તિ કેવડી રાખવી ?
મુહપત્તિ, મુખ બરાબર ઢંકાય તે રીતે જોઇએ. આથી શાસ્ત્રમાં તેનું માપ નિયત કરેલું છે. દરેકનું મુખ પોતાના ૬ આંગળ પ્રમાણ હોય છે. માટે મુહપત્તિ પોતપોતાની એક વેંત અને ૪ આંગલ અર્થાત્ ૧૬ આંગળ પ્રમાણ રાખવાનું વિધાન છે. આથી મુહપત્તિના ચાર પડ કરતાં ૮ x ૬ આંગળ થાય. જેથી મુખ બરાબર ઢંકાય. વળી, અંદર પડ હોવાથી મુખમાંથી નિકળતા વાયુથી સંપાત્તિક જીવો ન હણાય તે માટે ઉપયોગપૂર્વક મુહપત્તિ મુખ પાસે રાખે. યોગ્ય વસ્તુ લેતાં મુકતાં પ્રથમ દ્રષ્ટિ પડિલેહણ કરે, અને પછી મુહપત્તિથી પ્રમાર્જના પણ કરે.
મુહપત્તિની એક કિનારી બાંધેલી શા માટે ?
માત્ર એક જ પરમાત્માની આજ્ઞાની વફાદારી રાખવાની છે. તેના સ્મરણ રૂપ એક બાજુએ પટ્ટી = કિનારી બાંધેલી જોઇએ.
વળી; એમ પણ વિચારવાનું છે કે-“ચાર ગતિમાંથી ત્રણ ગતિમાં ભ્રમણ છુટું જ છે માત્ર એકજ મનુષ્ય ગતિમાં ભવ ભ્રમણ બંધ થઇ શકે છે.” તેવી મનુષ્ય ગતિ અને શાસન મલી ગયું છે. આત્મ નિરિક્ષણ વખતે આ ભાવ કેળવવા માટે ત્રણ કિનારી છુટ્ટી અને એક બાંધેલી જોઇએ.
મુહપત્તિ આજે માત્ર ક્રિયામાં જ રખાય છે. પણ (૧) વાચના વખતે (૨) કાજા વખતે (૩) સાધુ કાળ કરે તેને પરઠવવા જાય અર્થાત્ મૃતક પારિષ્ઠાપન વખતે વગેરે ૭ જાતની મુહપત્તિ પ્રાચીન કાળે રખાતી હતી પરંતુ આજે જિતકલ્પમાં એક વાચનની અને એક ચાલુ એમ બે મુહપત્તિ વિહિત છે.
વાત ચાલે છે પડિલેહણની. પડિલેહણ એટલે શું ? પડિલેહણનો મૂળ શબ્દ છે. પ્રતિલેખન જેમાં પ્રતિ ઉપસર્ગ પૂર્વક તિરફૂ ધાતુ છે. પ્રતિ + લેખન; પ્રતિ એટલે સામે અને લેખન એટલે લખેલું.
લખાણને સામે રાખવું. શાસ્ત્રના વાક્ય ને હૈયામાં લખ્યા છે. તેને સામે રાખવાનો પ્રયત્ન તે પ્રતિલેખન, જીવજંતુને જોવાની વાતગૌણ છે, મુખ્ય નહીં. જોકે, એનો અર્થ અંધારામાં પડિલેહન કરવું એવો નથી.
વાચના-૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org