________________
આવશ્યક ગુણોનું પાલન એટલે, માર્ગાનુસારીના પાંત્રીશ ગુણો.
આ ૧૨ વ્રતો તો સ્વીકાર જીવને સન્માર્ગ સુધી લઈ જાય છે. આ વ્રતો મોક્ષ રૂપી માર્ગને અનુસરનારા છે.
પરંતુ આ વ્રતોને પામવા માટેની આપણામાં લાયકાત છે? પાત્રતા છે ? પાત્રતા વગર ગમે તેવું ઉત્તમ ભોજન પણ પચતું નથી...
શું કરીએ તો આ પાત્રતા આવે ? બહુ સરળ અને સુંદર બતાવી દઉં આ પાત્રતાની વ્યાખ્યાને ! એ વ્યાખ્યા સાંભળતાં જ તમે બોલી ઊઠશો તો તો જરૂર અમે પાત્ર છીએ, એ વ્રતોનાં ગુણોને પામવાને માટે.
, “આ વ્રતો મારામાં ભલે નથી, પરંતુ આ વ્રતો મારે પામવા જ છે, અને તે બહુ ગમે છે. અને એને મેળવવા માટે મારી શક્તિ મુજબ તમામ કરી છૂટવું છે.” બસ. આવી ઝંખના જ આ ગુણોને પામવાની પાત્રતા છે.
પોગલિક પદાર્થોમાં જ સુખ છે' આ ભ્રામક માન્યતાએ જીવને એવો ઊંધા રવાડે ચડાવ્યો છે કે જેને સવળે પાટે ચઢાવવો તે એક અતિ મુશ્કેલ કાર્ય બની ગયું છે.
• રૂપાળી પત્નીના પતિ બની જવામાં સંસારી જીવે સુખ જોયું છે.
• પોતાની પાસે સ્કૂટર હોવા છતાં બાજુવાળાને ત્યાં મારુતિકાર આવી ગઇ એટલે એ પોતાની જાતને દુઃખી માનવા લાગ્યો છે. મારુતિકારની પ્રાપ્તિમાં તે સુખની કલ્પના કરી રહ્યો છે.
પોતાના પડોશીને ત્યાં હજી “વીડિયો’ નથી આવ્યો પરંતુ જો પોતાના ઘરે “સોની ટી.વી. વીથ વી.સી.આર.” આવી ગયું હોય અને બેડરૂમમાં ડનલોપની ગાદી ઉપર સૂતાં સૂતાં મનગમતાં પિકચરોની કેસેટો જોઇ શકાય છે તો તે પોતાની જાતને મહાસુખી માને છે.
• એસેલ્ફીની ચૂંટણીમાં નહોતી ધારી તોય ટિકિટ મળી ગઇ તેથી પોતાને અત્યંત ભાગ્યશાળી સમજે છે.
જેમ જેમ મનની આકાંક્ષાઓ, અપેક્ષાઓ પૂર્ણ થતી જાય છે તેમ તેમ તે પોતાની જાતને વધુ ને વધુ સુખી સમજવા લાગે છે. અને એ આકાંક્ષા કે અપેક્ષા જ્યાં પૂર્ણ થતી નથી ત્યાં જ તે પોતાની જાતને અત્યંત દુઃખી સમજવા લાગે છે.
પળમાં રાજી ! પળમાં નારાજ!
ક્ષણે રુઝાઃ ક્ષણે તુષ્ટાઃ ! આવી લાચાર... પામર અને પંગુ દશા છે આ સંસારી જીવાત્માની !