________________
૩૦
ગામડાંઓની સમસ્ત પ્રજાને – સારું, સસ્તુ, તાજું દૂધ અને તાજુ, સારું, નિર્ભેળ શુદ્ધ ઘી પૂરું પાડવાની ભાવના અને યેજના હેત તે તેને વિરોધ કરતા પહેલાં ખૂબ વિચાર કરે પડત. પણ અહીં તે ડેરી ઉદ્યોગ ચલાવવા માટેનાં તમામ આવશ્યક સાધનો જેવાં કે વિસ્તૃત ચરિયાણે, નામી, શ્રેષ્ઠ અને ગાની જાતના જ સાંઢે, પૂરતું ઘાસચારે, પૂરતું ખાણ અને દરેક ઘર વિના ખરચે દૂધ પહોંચાડવાની યોગ્ય વ્યવસ્થા –એમાંથી એક પણ સાધન હસ્તી ધરાવતું નથી. અને ડેરીએ પરદેશી સહાય, પરદેશી કરજ, પરદેશી દૂધ અને પરદેશી બટર ઓઈલ વડે ચલાવીને આપણાં ઘી-દૂધનાં વિશાળ બજારે પરદેશી ડેરી-એને ચરણે ધરી દેવાયાં છે. ડેરી ઉદ્યોગના નામે દેશી અને પરદેશી શેષણની એક ટોળકી આ દેશને આર્થિક અને સાંસ્કૃતિક સર્વનાશ બોલાવી રહી છે.
પરદેશી સહાય, પરદેશી કરજ અને મકાને, મશીનરીઓ, મોટર-વાહને, રેલવે વેગને અને હજારોના પગારદાર વિશાળ કર્મચારી મંડળ, સેંકડે અમલદારે પાછળ અબજો રૂપિયા દર વરસે મરચા પછી પણ દૂધ માત્ર પચાસેક જેટલાં શહેરની પ્રજાના અતિ નાના ભાગને જ મળી શકે છે, અને તે પણ ભેળસેળિયું, વાસી, મોંઘુંદાટ
આ આખી ડેરી ચેજના તદ્દન નિષ્ફળ નીવડી છે. આ પેજના વિષે તેમ જ તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારનાં પશુ સંવર્ધન ખાતાઓની કામગીરી તપાસવા, તેમના વહીવટની યોગ્યતા ચકાસવા ભારતના જૂની પ્રણાલિકાના માલધારીઓની સહાય વડે અદાલતી તપાસ નિમવામાં નહિ આવે તે ડેરી ઉદ્યોગને નામે ભારતની પ્રજાને પરદેશી કરજના બેજા નીચે, તેમાંથી પ્રગટતા ભ્રષ્ટાચાર નીચે અને બીમારીઓના -ભરડામાં ભીંસીને ભાંગી નાખીને દેશને પરદેશી ડેરીઓનું સંસ્થાન બનાવીને જ આ યોજના અટકશે. આવી તપાસ સમિતિ સરકાર ન નીમે તે પ્રજાએ એવી તપાસ સમિતિ નીમવી જોઈએ અને કાવતરા - ખેરેને ગુનેગારને ખુલ્લા પાડવા જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org