________________
૫૦
તેમણે ધર્માચાર્યો વિરુદ્ધ જબરજસ્ત પ્રચારઝુંબેશ શરૂ કરાવી. તેમની ખૂબી જ એવી હતી કે પિતે આવી પ્રવૃત્તિ માટે કુહાડાના હાથા
ધી લેતા અને પિતાની જાતને તટસ્થ રાખી પેલા કુહાડાના હાથાઓ મારફતે કામ કરાવતા.
મંદિર વગેરેને જુદા જુદા પ્રસંગોએ ભેટો દાન કરવાની આપણી રીતે નીચે મુજબ હતી. ઘેર કાંઈ પણ શુભ પ્રસંગ આવે એટલે મંદિરને મેટી ભેટ આપતા. બ્રાહ્મણને જમાડતા. ગરીઓને પણ જમાડતા.
- ઘણી જ્ઞાતિઓમાં કેઈ નિર્વશ જાય, તે પિતાની તમામ મિલકત-જંગમ સ્થાવર અને બંને પ્રકારની – મંદિરને અર્પણ કરી દેતાં.
બહુ મોટા શ્રીમંત અને રાજા-મહારાજાએ ખાસ પ્રસંગે ધુમાડાબંધ ગામ જમાડતા અને તે દિવસે મંદિરને પણ મોટી ભેટ આપતા.
જ્ઞાતિઓમાં લહાણું થાય, ત્યારે સહુ પ્રથમ લહાણું મંદિરને અપાતું..
ગેચરાણે નાશ પામ્યાં હતાં, માટે અમુક પર્વને દિવસે સહ કઈ ગામને ગોંદરે જઈને ગાયને ઘાસ નીરી આવતાં.
ગામના હવાડા પિતાના તરફથી અમુક શ્રીમંતો બારે માસ ભરાવતા.
વેપારીઓનાં વહાણે સફર કરીને સલામત આવે ત્યારે, મંદિરને અને પાંજરાપોળને ભેટ આપતા અને બ્રાહ્મણની નાત જમાડતા. - દર દિવાળીએ નાનામોટા તમામ વેપારીઓ પોતે પિતાની કમાણી પ્રમાણે મંદિરને ભેટ એકલતા અને પાંજરાપોળોને મોટી રકમ દાનમાં આપતા.
વેપારીઓ અરસપરસના વેપારમાં પણ બિલ ઉપર અડધે કે એક ટકે ગાયના ઘાસચારા માટે ચડાવીને વસૂલ કરતા અને તે પૈસા પાંજરાપોળને મક્લી આપતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org