________________
૬૦
આખરે હું એમ.બી.બી.એસ. પાસ થયા અને રૂઆબથી ગામની હાસ્પિટલમાં ડોકટર તરીકે નાકરી મેળવી. ત્યાં. રાજ આવતા ગરીમ “માણસાનાં લઘરવઘર કપડાં અને તેમનું અંગ્રેજી રીતભાતનું અજ્ઞાન જોઈને તેમના તરફ મારી સુગના કાઈ પાર ન રહેતા. અને એ બિચારાઓને વિના કારણ હડધૂત કરતા.
એક દિવસ બપોરે હૅસ્પિટલમાં રાઉન્ડ પર નીકળ્યા, અને મારી -અજાયખી વચ્ચે હાસ્પિટલના કમ્પાઉડરને એક ત્રણ-ચાર મચ્છુ પાણી સમાય એવડા ટાપમાં કાંઈક ઉકાળતા હતા. મે જઈને રૂઆખથી પૂછ્યું શી ધમાલ અહી' માંડી છે?”
.66
આ
તેમણે જવાબ આપ્યો : “ સાહેબ, કડુ-કરિયાતું ઉકાળીએ છીએ.” કઠુ-કરિયાતાનું નામ સાંભળતાં જ મારા પિત્તો ફાટો, “ શું ? એનું અહી શું કરવું છે? કાની રજાથી આ કરે છે ? ” મેં ગુસ્સાથી -પૂછ્યું .
“ સાહેબ ! ” પેલા કમ્પાઉંડરાએ જવાબ આપ્યા, “ આપણે ત્યાં એ રિવાજ છે. બહારથી બ્રિટિશ કાસીઓનું તૈયાર ઉકાળેલું લઈએ તે બહુ માંઘુ પડે છે. એટલે અહીં દર અઠવાડિયે તાજું ઉકાળી લઈ
છીએ.’
'
પણ શા માટે? અહી એનું શું કામ છે?” ' હજી એવા જ ગુસ્સાભર્યા અવાજે પૂછ્યું.
cr
પણ
“ સાહેબ, રાજ સે ઉપરાંત તાવના દરદીએ આવે છે તેમના માટે.” મારા ગુસ્સા એકદમ વધી ગયા અને મેં ત્રાડ મારી : તમને કાણે ડાહ્યા કર્યાં ? ધ્રુવા તા મારે લખી આપવાની હાય છે.” કમ્પાઉંડાએ ઠંડે કલેજે જવાખ આપ્યા, “સાહેબ ! તમે જ એ દવા લખી આપેા છે. તમે જે ઈંગ્લિશ નામમાં દવા લખી આપેા છે તે આ કડુ-કરિયાતું છે. '’
ઃઃ
હું તરત પૂંઠ ફેરવી ગયા. એ વરસ પહેલાં જ આ કડુ-કરિયાતું પાવા માટે મને પેટે પાટા ખાંધીને ભણાવનાર દાઢીને કેવી ગાળા કાઢી હૈતી એ યાદ આવ્યું. મારુ હૈયું રડી ઊઠયું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org