________________
[૨૯] લૂંટણવાદ વિ. ત્યાગવાદ
મૂડીવાદને સિદ્ધાંત છે કે ઉત્પાદનનાં તમામ સાધનો અને ઉત્પાદન કરેલ માલ પિતાના કબજામાં રાખીને સમસ્ત વિશ્વની પ્રજાઓનું શોષણ કરવું.
સામ્યવાદને સિદ્ધાંત છે કે મૂડીદારને મારી નાખી ઉત્પાદનનાં તમામ સાધનના પિતે માલિક બનવું. પ્રજાઓનું શોષણ કરવું અને જેમ પોતે મૂડીદાર સામે બળવો કરી તેમને મારીને લૂંટી લીધા, તેમ બીજા પિતાની સામે બળ કરી લૂંટી ન લે માટે પ્રજાની તમામ પ્રવૃત્તિઓ ઉપર પિતાને મજબૂત લોખંડી અંકુશ રાખવે.
સમાજવાદીઓ કહે છે કે, ઉત્પાદનનાં તમામ સાધનને કબજે કરીને, માલના નફાની સમાન વહેંચણી કરવી. ઉત્પાદનનાં સાધનેને મને લેવા હિંસા કરવી જોઈએ તે તે માટે તેમને વાંધો નથી.
ભારત પાસે પિતાની અલગ વ્યવસ્થા હતી...ત્યાગવાદની. ત્યાગવાદ નફાની સમાન વહેંચણીમાં નથી માનતું. પરંતુ ઉત્પાદન કરેલા માલની સમાન વહેંચણીમાં માને છે. એને નફામાં રસ નથી. એવી પરિસ્થિતિમાં રસ છે જ્યાં કઈ ભૂખ્યું ન રહે, કેઈ તરસ્યું ન રહે, કેઈ અર્ધનગ્ન ન રહે, કેઈ બેકાર ન રહે, કઈ ધાર્મિક સંસ્કારોથી વંચિત ન રહે, hઈ નીતિમત્તાની ઉપેક્ષા ન કરે. છે આવી સુંદર વ્યવસ્થા છોડીને આપણે મૂડીવાદ અને સામ્યવાદનું
કરીકરણ કરીને મિશ્ર અર્થતંત્ર પેદા કર્યું. પરિણામે મૂડીવાદના વિકાસમાં લખપતિએ કરેડપતિ બને છે, કરોડપતિ અબજપતિ બને છે. આ વર્ગ છે માત્ર આંગળીને ટેરવે ગણી શકાય એટલે. ભા. ૪-૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org