________________
૧૩૩ - સાહેબે કહ્યું, “હા ઓળખું છું. તેનું શું છે?'
ડેકટર કહે, “સાહેબ, એને પરણયે બે વરસ થયાં, પણ રહેવા રહી નથી. પગાર સારે છે પણ પાઘડીના પૈસા ક્યાંથી કાઢે? બે વરસ પરણ્ય થયાં, છતાં ઘરસંસાર મંડાયે નથી. કન્યા બિચારી પિયરમાં રહે છે અને પોતે કોઈ મિત્રની સાથે. તેને તમારા આ વિશાળ કમ્પાઉન્ડમાં એકાદ એરડી બાંધી આપે તે તેનું ઘર મંડાય, અને તમને તેમના આશીર્વાદ મળશે.
સાહેબ બોલ્યા, “આવી મેંઘારતમાં એરડી કેમ બંધાય? પણ એક પતરાની ખેલી છે તે વીસ રૂપિયા ભાડું આપે તે આપું. નાતીલાને દીકરે છે તે પાઘડી નહિ લઉં, બસ!'
ડોકટરે પેલાં દંપતીને આ ખેલીમાં વસવા મોકલી આપ્યાં. સાહેબ પિતાનું પરચૂરણ કામ પણ આ ત્રિકમજીભાઈ પાસેથી કરાવતા. હિસાબ-કિતાબ પણ લખાવતા.
માસું આવ્યું. ભારે વરસાદ પડયો. પતરાંની ખેલીનું યતળિયું કમ્પાઉન્ડની જમીન બરાબર હતું એટલે દરવાજામાંથી પાણી ખેલીમાં ધસી આવ્યું. તે ભોંયતળિયાના કાચા ધાબાની તિરાડો માંથી પણ પાણી ભરાવા લાગ્યું. ત્રિકમજીને બધે સામાન ભીંજાઈ ગયે. ઘરમાં બેસાય તેવું રહ્યું નહિ. સાહેબની ગેલેરીમાં કપડાની પેટી
અને પથારી મૂકી બેસવા દેવાની ત્રિકમજીએ રજા માગી. સાહેબે રજા - ન આપી. પાડોશના બંગલાવાળાઓને ખબર પડતાં તેમણે આશ્રય
આપે. આથી સાહેબને પિતાનું અપમાન થતું લાગ્યું. - ત્રિકમજીએ વિનંતી કરી. “મને ખેલીના દરવાજા આડે જરા | ઊંચું પગથિયું કરાવી આપે અને ખેતીમાં લાદી બેસાડી આપો.” તે
કહે, “ભાડું મહિનાના ૬૦ રૂપિયા કરી આપે, અને બિલ નહિ આપું, તે કરાવી આપું.” ત્રિકમજી નિરાશ થયે. પણ તેને એક સહાધ્યાયી મ્યુનિસિપાલિટીમાં નોકરી કરતું હતું. તેણે મ્યુનિસિપાલિટીની પરવાનગી મેળવી આપી. અને ત્રિકમજીએ પિતાના ખરચે લાદીએ બેસાડી ભયવળિયું ઊંચું કરાવી લીધું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org