________________
૧૯૯
ગુપ્ત રાજવીએ તેમના સામ્રાજ્યના કાંતણુ અને વણાટ ઉદ્યોગ માટે સજાગ હતા. તેની દેખરેખ માટે એક ખાસ અધિકારી નીમતા, જે સૂત્રાધ્યક્ષ તરીકે એળખાતા. રાજ્યે નક્કી કરેલા સૂતર અને કાપડના નિયમનેા ખરેખર અમલ થાય તે જોવાની ક્રજ સૂત્રાધ્યક્ષની હતી.
કૌટિલ્યના અર્થશાસ્ત્રમાંથી એ પણ જાણવા મળે છે કે તે સમયે પાંડવ દેશ, મથુરા, અમરાવતી, કલિંગ કાશી, કાસમી, માહિષ્મતી વગેરે સ્થળા ત્યાં મનતા કાપડ માટે પ્રખ્યાત હતાં.
જે સમયે મીજી પ્રજાઓએ રૂનું નામ પણ નહેાતું સાંભળ્યું, અને તે ઝાડની છાલનાં કે મારેલાં પશુઓનાં ચામડાંના વસ્ત્રો બનાવી પહેરતી, ત્યારે ભારતે રૂ અને ખાદીની મહાન શેાધ કરી હતી. ઈસુના જન્મથી હજારો વરસ પહેલાં ખેંમિલેનની પ્રજા ભારતનું કાપડ વાપરતી હતી. અને એ પ્રખ્યાત કાપડને ‘સિન્ધુ” નામથી ઓળખતી. શ્રીકે તેને ‘સિન્ક્રોન'ના નામે ઓળખતા.
ભારત બહારના દેશની પ્રજાએએ રૂ એટલે શું તેની પણ ખબર ન હતી. તેઓ ઘેટાંબકરાં પાળતા એટલે ઊન વિષે તેમને જાણકારી હતી પણ ઊનનું કાપડ બનાવતાં તે હજી જાણતા ન હતા.
હીરાડોસ નામના ઇતિહાસકાર રૂનું નામ પણ જાણતા ન હેાવાથી તેણે રૂને ઘેટાંના ઊન કરતાં ચઢિયાતા ઊન તરીકે વણુવેલ છે. વિશ્વવિજેતા. મનવા નીકળેલા સિકદરને પણ રૂ વિષે કશી જાણકારી ન હતી. તે હિં'દમાં માવ્યા ત્યારે તેના એક અમલદારે રૂના છે. જોઈ તેને ઊનના શેડ તરીકે વધુ વેલ છે. તેના એક બીજા દરિયાઈ અમલદાર નિયાક સે લખ્યુ છે કે હિંદુસ્તાનમાં એક જાતનાં આઠ થાય છે, જેની ઢાળી ડાળીએ ઊન થાય છે અને તેમાંથી તે દેશના લેકે અત્યંત સફેદ વસ્ત્રો બનાવે છે.
ભારતના જુદા જુદા પ્રદેશ અને પરદેશ વચ્ચે વિશાળ વેપાર હાવાથી પ્રદેશેા વચ્ચે વિશાળ ધારી માર્ગો પણ હતા. ભારતમાં ઘેરી માર્ગો અંગ્રેજોએ કે શેરશાહે જ માંધ્યા એ માન્યતા સાચી નથી. પૂર્વથી પશ્ચિમના ધારી માર્ગ કાશીથી છેક ભરૂચ સુધી જતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org