Book Title: Vishvamangal Granthmala Part 04
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 308
________________ ૨૦૩ માંસાહારથી માંદા પડે તેમને હોસ્પિટલમાં લાવે. અને એ બીમારીએની દવાઓ તૈયાર કરવા વધુ પશુઓ, વધુ પ્રાણીઓ અને વધુ પક્ષીઓ મારે. આ છે તમારા કોલેજો અને હોસ્પિટલને અપાતા દાનની ફલશ્રુતિ. (૩) સુકાઈને મરી પરવારેલાં તમામ નદીનાળાં, તળાને ફરીથી ઊંડાં બેદીને જીવંત બનાવે. નહિ તે સમગ્ર પ્રદેશ ન પાણી થઈ જશે, પાણી વિના આજના તમામ ઉદ્યોગ, તમામ વાહનવહેવાર અને તમામ ખેતીકાર્ય સ્થગિત થઈ જશે. પરિણામે સમગ્ર પ્રજાનું મૃત્યુ. (૪) જે ફળ ખાઈએ તે દરેક ફળનાં બીજ ઘરઆંગણે કુંડામાં વાવે અને દર વરસે એ છેડ ગ્રામપંચાયતને ભેટ આપી દે અને તેમ કરીને જંગલની શિલારોપણવિધિ કરે. જંગલે ઉગાડ્યા વિના વનમહોત્સવ ઉજવવા એ તે કુદરતની મશ્કરી કરવા જેવું છે. - કુદરતે ઉગાડેલાં જંગલે આપણે કાપીને બાળી નાખ્યાં છે. કુદરતને એની થાયણ પાછી નહિ આપીએ તે કુદરત આપણે જ નાશ કરશે. (૫) પશુરક્ષા અને પશુસંવર્ધન દ્વારા અનાજનું ઉત્પાદન ખરચ ઘટાડી ગુણવત્તા વધારે. તેમ નહિ કરે તે આવતા દાયકામાં કદાચ પરને બદલે ૮૦ ટકા લેકે અર્ધભૂખે પેટે જીવતા હશે. સંભવ છે, તેમાં આપણા દરેકના કુટુંબીઓને અને વંશવારને નંબર લાગી ગયે હશે. . . (૬) મકાન બાંધવાની આધુનિક પદ્ધતિ ગામડાના કુંભાર, સુતાર અને લુહારના ૨૫ લાખથી વધુ કુટુંબની છ આંચકી લેશે. શહેરોમાં પથ્થરના વેરણિયા, લાકડાના વેરણિયા, કડિયા, સલાટ, જોઈ અને સુતાર એ છએ પ્રકારના કારીગરનું, તેમની કારીગરીનું અને આપણું પ્રખ્યાત શિલ્પકળાનું નિકંદન કાઢી નાખશે. આ દર ૩૦-૩૫ વરસે નવું મકાન બાંધવા લેકોએ નવું કરજ કરવું પડશે. અગાઉ લોકો પિતાનાં રહેઠાણે પિતાના વંશવારસેને વારસામાં આપી જતા. હવે મકાને ઉપરનું કરજ વારસામાં આપી જશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314