Book Title: Vishvamangal Granthmala Part 04
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 304
________________ ૨૯૯ સાકર છૂટથી વેચાતી જોઈ હતી. વિના રેશને જોઈએ તેટલી મળતી. તપાસ કરતાં જણાયું કે તે ખાંડ અને સાકર ઉત્તર પ્રદેશની બહાર મેકલવાની મનાઈ હતી. ખાંડનાં કારખાનાંની સામે હરીફાઈ થતી. અટકાવવા માટે. પણ ત્યાં જોઈએ તે ગૂણે ભરીને લઈ શકાતી. રાજદ્વારી અને આર્થિક ક્રાન્તિઓએ આપણા ભજનની થાળી . ઉપર અને ભેજનના પ્રકાર ઉપર ઘેરી અસર કરી છે. અગાઉ લેકે સવારે તાજું દૂધ પીતા, મગસના લાડુ, પેંડા, જલેબી અને ગાંઠિયાને નાતે કરતા. આ તમામ પદાર્થો શુદ્ધ ઘીમાં કે ગાયના દૂધના માવામાંથી બનતા. પછી ઘી મેંઘું થયું એટલે એ ચીને તેલમાં બનવા લાગી. પછી. અંગ્રેજોની પશુવિરોધી નીતિએ દૂધને મેવું કર્યું એટલે દૂધનું સ્થાન ચાએ લીધું. પછી પશ્ચિમી સંસ્કૃતિને પ્રભાવ વધે એટલે પેંડા-જલેબીને સ્થાને બિસ્કિટ અને આમલેટ આવ્યાં. લેકે ચાના વ્યસની બની ગયા. હવે ચા અને ખાંડના ભાવ આભે અડકવા લાગ્યા છે, ત્યારે હવે ચા કડવી બની છે પણ એ છેડી શકાતી નથી, કારણ કે એ વ્યસન પણ છે અને ફેશન પણ છે. અને એને અવેજી પીણું હજી કોને મળ્યું નથી. ખાંડની અછત અને ભાવવધારા માટે વસ્તી વધારે જવાબદાર નથી કારણ કે આજે વસ્તી બમણી થઈ છે. તેમાંથી અડધી એટલે કે ૩૨ કરોડ માનવીએ તે અર્ધભૂખે પેટે જીવે છે એટલે તેમણે ખાંડ ખાવાને પ્રશ્ન જ નથી. ૧૯૫૦માં ૩૧ કરોડની વસ્તી માટે ૧૧ લાખ ટન ખાંડ હતી ત્યારે તેના ભાવ ઘણા ઓછા હતા. મળવાનું પ્રમાણ વધારે હતું. આજે એટલી જ બે વખત જમી શકનારી વસ્તી માટે ૧૫૦ કરતાં સરેરાશ ચારગણી ખાંડ ઉપલબ્ધ છે છતાં તેને ભાવ. આઠગણે છે અને મળવાનું પ્રમાણ અડધાથી પણ ઓછું છે. આનાં અનેક કારણમાં નીચેનાં કારણે મુખ્ય છેઃ (૧) અમુક ચોક્કસ વર્ગનાં હિત માટે ખાંડની બિનજરૂરી વધતી વપરાશ. (૨) બેટી કૃષિનીતિથી ખેતપેદાશોને વધી રહેલો ઉત્પાદન ખર્ચ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314