________________
૨૦e
ચોમાસામાં વણવાનું તેઓ વધારે પસંદ કરતા, કારણ કે ત્યારે હવામાં ભેજ હેવાથી તાર તૂટે નહિ. છતાં ઉનાળામાં અને શિયાળામાં પણ તેઓ વણવાનું ચાલુ રાખતા. તે વખતે હવામાં ભેજ લાવવા સાળ નીચે કથરોટમાં પાણી ભરી રાખતા.
તેઓ માત્ર તાણાવાણા વણીને સાદુ કાપડ જ ન બનાવતા, તેના ઉપર ભાતભાતની નકશીએ પણ વણાટમાં ઉપસાવતા. દક્ષિણમાં હીરાના પાસાઓ જેવા ઉઠાવનું કાપડ બનતું તે બીજાં સ્થળોએ વિવિધ પ્રકારની વેલે, બુટ્ટી વગેરે ઉઠાવવામાં આવતાં.
રેશમના તાર સાથે સેનેરી જરીના તાર વણી લઈને પણ કપડું બનાવતા. આવી તમામ પ્રકારની કાપડની જાતે એ ખાદી જ હતી. મલમલના ૩૬ ઇંચ પનાના ૨૦ વાર (મીટર)ના તાકાની કિંમત એક રૂપિયાથી ચાર રૂપિયા સુધી થતી. આ ઉસ્તાદ કારીગરો વધુમાં વધુ પાંચસે નંબરના સૂતરની ખાદી વણી શકતા! ' આવા સુંદર કાપડને પરદેશમાં મેકલવું હોય ત્યારે વાંસની પિલી નળીમાં ૨૦ વારને તાકો ગોઠવીને નળીનું મુખ બંધ કરી દેતા. અને પછી નળી ઉપર લાખ ચડાવી દેતા, જેથી કાપડ ઉપર હવામાનની અસર ન થાય. રાજા-મહારાજાઓને કે નવાબને એ મેકલવું હોય ત્યારે તે નળી ઉપર વળી સોનેરી વરખ ચૂંટાડતા.'
એ ખાદીને શબનમ એટલે સાંજની હવા, બાદબાફતા એટલે વણેલી હવા, અવાન એટલે વહેતું પાણી. આવાં કાવ્યાત્મક નામે આપતા. આમાં સહુથી ઊંચા પ્રકારની ખાદીને મલમલે-ખાસ કહેતા.
ખાદીનાં વેપાર અને કળા મધ્યાહુને હતાં ત્યારે ઇસ્ટ ઇન્ડિયા કપની ભારતમાં આવી. પણ તેમના માલની ભારતમાં ખપત અશકય હતી. ખુદ ઇંગ્લેન્ડમાં પણ ત્યાંની મિલના કાપડ કરતાં ભારતનું કાપડ ઘણું સસ્તુ વેચાતું અને ઘણું વધારે વખત ચાલે એવું ટકાઉ હતું એટલે ઇંગ્લેન્ડની સરકારે ભારતથી આવતી ખાદી ઉપર ૭૫ થી ૮૦ ટકા આયાત-જકાત નાખી. ભા. ૪-૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org