________________
૧૮૭,
“હે ભગવાન, લાજ રાખજે અને આ ગાયને બચાવજે.” અને અંદર હાથ નાખીને મરેલા વાછડાને બહાર ખેંચી લીધું. લેકે એની ઝડપ. અને સાવધાની મંત્રમુગ્ધ બનીને જોઈ રહ્યા. ગાયને વેદના ઓછી થઈ.. મશરૂએ દવા મગાવી ઉકાળીને ગાયને પિવડાવી.
પછી શેઠને કહ્યું “શેઠ! જરાય ચિંતા નહિ કરતા. ચાર : દિવસમાં ગાય સારી થઈ જશે. દૂધ પણ આપશે. લે, જય શ્રીકૃષ્ણ, હું જાઉં છું. કાલે અહીંથી નીકળીશ ત્યારે ગાયને ફરીથી તપાસી લઈશ.”
અરે! મશરૂભાઈ,” શેઠ બોલ્યા. “જરા થેલે” અને ખીસામાંથી નેટને થેકડે બહાર કાઢ્યો.
મશરૂ બે, “શેઠ! રેવા દ્યો. એ પૈસા મારાથી ન લેવાય.” પણ પેલે ડૉકટર કાંઈ કર્યા વિના બસ રૂપિયા લઈ ગયે. અને તમે” શેઠને બોલતા અટકાવી મશરૂ બેઃ “શેઠ, ગાયને બચાવવી એ સહુથી મોટો ધરમ છે. હું પૈસાના બદલામાં મારે ધરમન વેચું. અમારામાં અને હેકટરમાં ફરક જ એટલે. તેઓ પૈસાના પૂજારી, અમે ઢોરના પૂજારી.”
મશરૂ ગામમાં જાણીતું તે હતે. હવે ખૂબ જ જાણીતા થયે પણ પશ્ચિમચક્ષુએને એની કદર ન હોય. થડા સમય પછી બીજા એક શેઠની ગાયને વાછડાએ ધાવતી વખતે માથું માર્યું હશે તેથી આઉ સુજી ગયું. સખત દુખા ઊપડ્યો. વાછડાને ધાવવા દે નહિ આંચળને હાથ પણ લગાડવા ન દે. મશરૂ તે બોરીવલીમાં જ રહે. હતે. શેઠે ટેલિફેન કરી પશુના ડોકટરને બોલાવ્યું.
ડોકટર આવ્યું, જે છે અને કહે કે એને ઈજેશન આપવાં. પડશે. છતાં સોજો નહિ ઊતરે તે ફેટા પાડીને ઓપરેશન કરવું. પશે. માટે ગાયને લેરીમાં બેસાડીને હોસ્પિટલમાં લઈ આવે. તે માટે ચિઠ્ઠી લખી આપી અને ફીના ૨૦૦ રૂપિયા લઈ રવાના થયા. - શેઠ પિતાના પુત્રને કહે કે “આ તે હજાર-બારસેને ખરચ થશે, તેના કરતાં સો રૂપિયા પાંજરાપોળને આપીએ તે તેઓ લઈ જશે, માટે ત્યાં ટેલિફેન કર.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org