________________
૧૦૮
બ્રાહ્મણની ત્યાગવૃત્તિ દુનિયાભરની સંપત્તિ એક હાથ કરી લેવાની પાશવી લાલસાએ દુનિયાને અનેક યુદ્ધોમાં લેહી-તરબળ કરી છે. વીસમી સદીએ બબ્બે લેહીયાળ વિશ્વયુદ્ધોમાં કડે માનવીઓને અને સેંકડે અબજની સંપત્તિને વિનાશ કર્યો છે અને છતાં હજી વધુ મટા, વધુ ભયાનક યુદ્ધ તરફ પ્રજાએ ધસી રહી છે. આવું કાંઈ ન બને તે માટે હિંદુ સંસ્કૃતિએ પ્રજાને ચાર વર્ણમાં વિભક્ત કરી દરેકને ત્યાગની ભૂમિકા ઉપર મૂકી જુદાં જુદાં કાર્યોની સેપણ કરી. બ્રાહ્મણે તમામ વિદ્યાના જાણકાર હતા. જે તેઓ દુન્યવી ભાગવિલાસની તૃપ્તિ માટે દુનિયા ભરની સંપત્તિ ઉપર આધિપત્ય જમાવવા તેમની વિદ્યાને ઉપયોગ કરે તે બાકીની તમામ પ્રજાને હાલ આજની એશિયા-આફ્રિકાની પછાત ગણાતી પ્રજાઓ કરતાં પણ વધુ બૂરા થાય.
પરંતુ તેમણે ત્યાગની ભાવના કેળવી. ધર્મ, સંસ્કૃતિ અને જ્ઞાનના પ્રવાહથી પ્રજાને તરબોળ કરવા આશ્રમ બાંધીને રહ્યા અને ધર્મ, સંસ્કૃતિ તેમ જ જ્ઞાન પ્રવાહ પ્રજાના દરેક સ્તરમાં પહોંચાડતા ગયા. વિદ્યાની પર બાંધીને બેઠા. - રામ, ભીષ્મ, કર્ણ અને અર્જુન જેવા અનેક મહારથીઓને યુદ્ધવિદ્યા શીખવનારા બ્રાહ્મણે જ હતા. તેમણે ધાર્યું હેત તે પિતે પૃથ્વીપતિ બન્યા હતા. પરંતુ તેમણે પિતાની યુદ્ધવિધાને ઉપયોગ -પૃથ્વીપતિ બનવા ન કર્યો. ક્ષત્રિયોને વિદ્યા શીખવી.
મગધ સામ્રાજ્યના મહાઅમાત્ય, ચાણક્ય, વાલકેશ્વરના રાજભવન જેવા કે રીજ રોડના “વર્ષો જેવા કે નવી દિલ્હીના ત્રિમૂર્તિ જેવા મહેલમાં ન રહેતાં એક બગીચાના ખૂણામાં પર્ણકુટી બાંધીને રહેતા અને ત્યાંથી આ મહાન સામ્રાજ્યને વહીવટ ચલાવતા. તેમણે -ધાયું હેત તે આપણા રાષ્ટ્રપતિ ભવન કરતાં પણ મટી મહેલાતમાં રહ્યા હેત અને કેન્દ્રના આપણા તમામ પ્રધાનના પગારના સરવાળા કરતાં મોટે પગાર અને વધુ સગવડ લઈ શક્યા હોત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org